700 રૂપિયામાં 1500 કિલોમીટરનો પ્રવાસ! યુગલ પાસેથી મેળવો સૌથી સસ્તી યાત્રાની ટિપ્સ

700 રૂપિયામાં 1500 કિલોમીટરનો પ્રવાસ! યુગલ પાસેથી મેળવો સૌથી સસ્તી યાત્રાની ટિપ્સ

એક એવા ઇલેક્ટ્રૉનિક્સ એન્જીનિયરની કહાની જેમણે પોતાની ટાટા નેક્સન (Tata Naxon) ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)થી જયપુરથી લોંગેવાલા સુધી 1500 કિલોમીટરની મુસાફરી ફક્ત 700 રૂપિયામાં કરી.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં સૌથી વધારે માઇલેજ આપનાર મંગળયાન કરતા પણ વધારે માઇલેજ આપતું વાહન તમારી પાસે હશે! નહીં ને? આજે અમે તમને એક એવા ઇલેક્ટ્રૉનિક્સ એન્જીનિયરની કહાની જણાણી રહ્યા છીએ, જેમણે પોતાની ટાટા નેક્સન (Tata Naxon) ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)થી જયપુરથી લોંગેવાલા સુધી 1500 કિલોમીટરની મુસાફરી ફક્ત 700 રૂપિયામાં કરી હતી.

થોડા મહિના પહેલા જયપુરના એક ઇલેક્ટ્રૉનિક એન્જીનિયર આકાશે પોતાના મિત્રો સાથે જૈસલમેર જિલ્લાના લોંગેવાલા શહેરથી એક લાંબો રોડ પ્રવાસ કરવાનું આયોજન કર્યું હતું. તેમના મિત્રો આઈસી-એન્જીનવાળી ગાડીઓથી પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ આકાશ પોતાની ટાટા નેક્સનથી જ પ્રવાસ કરવાનું વિચાર્યું હતું. જેમાં 312 કિલોમીટરની પ્રીમિયર બેટરી રેન્જ છે. જોકે, તેમના મિત્રોએ અંતિમ ઘડીએ પ્લાન રદ કરી નાખ્યો હતો. પરંતુ આકાશ ટ્રીપ રદ કરવાના મૂડમાં ન હતા. આખરે તેમણે આ માટે ખૂબ તૈયારી કરી હતી અને આ ટ્રીપમાં પોતાના મિત્રોના બદલે પત્ની કૌશલને સાથે લઈ ગયા હતા.

Car Trip
Aakash and Kaushal at the start of their journey.

2020માં ક્રિસમસની સવારે દંપતીએ જયપુરથી લોંગવાલાના આશરે 1,500 કિલોમીટરના પ્રવાસની શરૂઆત કરી હતી. બંને પુષ્કર, જોધપુર અને જૈસલમેર થઈને લોંગવાલાનો પ્રવાસ કરીને બંને ચાર દિવસમાં પરત આવી ગયા હતા.

થ્રીડી પ્રિન્ટર્સ ડિઝાઈન કરતી કંપની “Aha 3D ઇનોવેશન્સ”ના સંસ્થાપક એવા આકાશ કહે છે કે, “અમે જયપુરમાં પોતાના ઘરથી પુષ્કરનો પ્રવાસ કર્યો હતો. અહીં અમે રાત્રે રોકાયા હતા અને ગાડીને ચાર્જ કરી હતી. પુષ્કર બાદ અમે જોધપુર, જૈસલમેર થઈને લોંગવાલા શહેરમાં ગયા હતા.”

આ યાત્રાની ખાસ વાત એ છે કે તેમણે પોતાની EV ચાર્જ કરવા માટે ફક્ત 700થી 800 રૂપિયા ખર્ચ કર્યા હતા. જો આકાશ આ પ્રવાસ કોઈ પેટ્રોલ-ડીઝલની ગાડીથી કરતા અને જો ગાડી 15 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપતી તો તેમને આ પ્રવાસ 9,000 રૂપિયામાં પડતો

affordable travel
Road Trip: Stopping for tea.

EVથી લાંબો પ્રવાસ કરવા માટે કઈ વસ્તુની જરૂર પડશે

આકાશે પોતાની ગાર્ડીને ચાર્જ કરવા માટે એક લાંબો વાયર બનાવ્યો હતો. જેને એક મીટરથી જોડી દીધો હતો. જેનાથી તે હોટલ માલિકને એ પ્રમાણે વીજળીના પૈસા આપી શકે. ટ્રીપ દરમિયાન તેણે એક અર્થિંગ કીટ પણ સાથે રાખી હતી, કારણ કે તમામ હોટલમાં અર્થિંગની વ્યવસ્થા નથી હોતી.

આકાશ કહે છે કે, તેમને મોટાભાગની હોટલમાં અર્થિંગ ચાર્જિંગ પોઇન્ટ મળ્યાં ન હતા. આથી આ માટે તેમણે અનેક જુગાડ કરવા પડ્યા હતા. પ્રવાસ દરમિયાન EVને ચાર્જ કરવા માટે આકાશે એક ખાસ કીટ બનાવી હતી. જેમાં વીજળી મીટર તેમજ વધારાનો કેબલ અને અન્ય વસ્તુઓ શામેલ હતી. આ તમામ વસ્તુઓ લાંબી મુસાફરી માટે જરૂરી છે. જેનો ખર્ચ લગભગ 9,878 રૂપિયા છે. આ વસ્તુ તમને Aha3D વેબસાાઈટ પર મળી રહેશે.

affordable travel
Road Trip: On the highway

આકાશે કહ્યુ કે,”યોજના બનાવતી વખતે એ નક્કી કરવું જરૂરી છે કે દર 200 કિલોમીટર પર EVને ચાર્જ કરવા માટે હોટલમાં રોકવાની વ્યવસ્થા હોય. અમે હોટલ, મિત્રોના ઘરે અને રણની શિબિરોમાં રોકાયા હતા. અમે પહેલાથી જ પૂછપરછ કરી લીધી હતી કે વીજળીની વ્યવસ્થા હશે કે નહીં.”

આકાશે કહ્યુ કે, “રાત્રે જે જે જગ્યાએ રોકાયા હતા ત્યાં અમે અમારી કારને 10-11 કલાક સુધી સારી રીતે ચાર્જ કરી હતી. અમે EVને ત્યારે ચાર્જ કરીએ છીએ જ્યારે બેટરી 15 ટકા બચે છે. સંપૂર્ણ ચાર્જ થવા માટે આઠ કલાકનો સમય લાાગે છે.”

જો ડ્રાઇવર બેટરી ચાર્જ વગર હાઇવે પર ફસાય છે તો તેઓ પાસેના વર્કશૉપમાં કૉલ કરીને ગાડીને ટૉ કરાવી શકે છે અથવા અન્ય ગાડીને મદદ લઈ શકે છે. રીજનરેટિવ ચાર્જિંગ અથવા ટૉ ચાર્જિંગ સુવિધા હોવાને કારણે EVને ટો કરવા અથવા દોરીથી ગાડીને ખેંચવાથી ગાડી ચાર્જ થવામાં મદદ મળે છે.

Gujarati News
Road trip experience in Rajasthan.

આકાશ કહે છે કે, “તમારે તમારી સાથે ગાડીને ટૉ કરવાનું દોરડું લઈ જવાનું છે. જો તમે ગાડીને એક કિલોમીટર સુધી ટૉ કરો છો તો લગભગ બેટરી 1.1 ટકા ચાર્જ થઈ જાય છે. જો ગાડીને પાંચ કિલોમીટર સુધી ચલાવવી હોય તો 6 ટકા બેટરીની જરૂર પડે છે. દર 1 ટકા ચાર્જ તમને 2.5 ટકાની રેન્જ આપે છે.”

આકાશ વધુમાં કહે છે કે, “ટાટા નેક્સોન જેવી EVમાં બેટરી ડિસ્ચાર્જ થાય તે પહેલા એ જાણી લેવું જરૂરી છે કે કેટલી લાંબી મુસાફરી કરવી છે. ઉદાહરણ તરીકે જો તમે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવશો તો તમને 200-220 કિલોમીટરની રેન્જ મળે છે. જો તમે 40 કિલોમીટરની ઝડપે ગાડી દોડાવશો તો તમને 320 કિલોમીટરની આસપાાસ રેન્જ મળે છે.”

ઇલેક્ટ્રિક વાહનોમાં જો ગાડી વધારે ઝડપે ચલાવવામાં આવે તો બેટરીને ખપત વધારે થાય છે. આ ઉપરાંત જો અચાનક બ્રેક મારવામાં આવે તો પણ બેટરીને વધારે ખપત થાય છે.

આકાશ કહે છે કે અમારા સામે સૌથી મોટો પડકાર જોધપુરથી જૈસલમેર સુધી જવાનો હતો. કારણ કે આ દરમિયાન પાંચ કિલોમીટરનો રસ્તો ખૂબ ખરાબ હતો. આ દરમિયાન અમારી કારની 10 ટકા બેટરી વપરાય ગઈ હતી. જે બાદમાં અમારે 148 કિલોમીટરનો પ્રવાસ કરવાનો હતો પરંતુ અમારી પાસે ફક્ત 110-120 કિલોમીટરની રેન્જ સુધીની જ બેટરી હતી. જે બાદમાં અમે ગાડી 45-50 કિલોમીટર પ્રતિ કલાકથી ચલાવી હતી અને જેનાથી અમે વિઘ્ન વગર ગંતવ્ય સ્થાન સુધી પહોંચી ગયા હતા.

આકાશની પત્ની કૌશલ કહે છે કે, “જો અમે 15 કિલોમીટર માઇલેજ વાળી પેટ્રોલ-ડીઝલની ગાડી લઈને જતાં તો અમને 100 લીટર ઇંધણની જરૂર પડતી. જો સરેરાશ કિંમત 90 રૂપિયા ગણવામાં આવે તો આ માટે 9 હજાર રૂપિયાનો ખર્ચ થતો. વીજળીથી EVને ચાર્જ કરવામાં 200 યુનિટ વપરાયા હતા. જો સાત રૂપિયા ભાવ ગણીએ તો કુલ ચાર્જ 1,400 રૂપિયા થાય. અનેક જગ્યાએ તો અમારે વીજળીનો ચાર્જ પણ આપવો પડ્યો ન હતો. આથી અમે ફક્ત 100 યુનિટનો ચાર્જ ચૂકવવો પડ્યો હતો. જેથી અમને ફક્ત 700થી 800 રૂપિયાનો ખર્ચ થયો હતો.”

મૂળ લેખ: RINCHEN NORBU WANGCHUK

આ પણ વાંચો: ઓફિસમાં એકપણ દિવસની રજા પાડ્યા વગર 3 મિત્રો સાઈકલ પર મુંબઈથી પહોંચ્યા કન્યાકુમારી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X