કેન્સરથી પિતાનું નિધન થયું તો આવ્યો વિચાર, ઓર્ગેનિક ખેતીથી રામચંદ્ર હવે રળી રહ્યાં છે લાખોની ઉપજ

કેન્સરથી પિતાનું નિધન થયું તો આવ્યો વિચાર, ઓર્ગેનિક ખેતીથી રામચંદ્ર હવે રળી રહ્યાં છે લાખોની ઉપજ

ખેતરમાં હાનિકારક દવાઓનો ઉપયોગ કર્યો બંધ, ઝીરો બજેટ ખેતીથી લાખોપતિ બન્યા રામચંદ્ર

સુરતના ઓલપાડમાં રહેતા ખેડૂત રામચંદ્ર પટેલને જ્યારે ખબર પડી કે તેમના પિતાને કેન્સર છે તો તેમના પર આભ તૂટી પડ્યું હતું. તેઓ ખેડૂત હતાં અને ખેતીથી જ પોતાના ઘર માટે અનાજ ઉગાડતા હતાં. તેમને સિગરેટ કે દારુની પણ કોઈ ટેવ નહોતી. તેઓ સમય પર જ ભોજન કરતા હતા છતાં તેમને કેવી રીતે કેન્સર થઈ ગયું!

રામચંદ્ર, મુંબઈની હોસ્પિટલમાં લગભગ 13 વાર ગયા અને ત્યારે ડોક્ટર્સ પાસેથી તેમને પિતાજીની બીમારીનું કારણ જાણવા મળ્યું. તેમને ખબર પડી કે સારી ઉપજ માટે પાક પર રસાયણ અને નુકસાનકારક દવાઓના છંટકાવના કારણે તેમને કેન્સર થયું હતું.
આ સાંભળીને રામચંદ્રની આંખો ખુલી ગઈ. તેમના પિતાએ કેન્સર જેવી જીવલેણ બીમારીના કારણે દમ તોડ્યો પરંતુ રામચંદ્રએ રાસાયણિક ખેતી છોડીને કુદરતી રીતે ખેતી કરવાનો નિર્ણય કર્યો. 1991માં તેમણે એક નાનકડા પ્લોટ પર ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ (ZBNF) અપનાવતા કામ કરવાનું શરુ કર્યું અને તેને એક ઉપજાઉ જમીનમાં ફેરવી નાખી.
આજે રામચંદ્ર કહે છે કે, તેમનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ નિર્ણય હતો. ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ ટેક્નીકથી તેમનો ઈનપુટ ખર્ચો પણ ખૂબ જ ઓછો આવ્યો અને વળતરને વધારવામાં પણ મદદ મળી હતી. દર વર્ષે તેમને એક એકડ ભૂમિથી દોઢ લાખ રુપિયા અને 18 એકડથી 27 લાખ રુપિયાનો નફો થાય છે.

Ramchandra Patel
Ramchandra Patel in his Farm

રામચંદ્રએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, ‘મારો ઈનપુટ ખર્ચ શૂન્ય છે. મારા ખેતરની માટી ખૂબ જ ઉપજાઉ છે. જેમાં વધારે પાક થાય છે અને નફો પણ થાય છે. સાચું કહું તો હવે મારી ઈમ્યુનિટી સિસ્ટમ પણ પહેલા કરતા વધુ મજબૂત બની છે અને હવે હું મારા ગ્રાહકોને ઝેર નથી ખવડાવતો.’
રામચંદ્રના ખેતરમાં કેળું, હળદર, શેરડી, જામફળ, લીચી, તેમજ પારંપરિક ચોખાની પેદાશ, બાજરો, ઘઉં વગેરે ઉગાડવામાં આવે છે.

વેરાન જમીનને ઉપજાઉ બનાવવી
રામચંદ્રનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. જ્યાં પેઢી દર પેઢી ખેતીનું જ કામ થાય છે. રામચંદ્રએ પોતાની બીકોમની ડિગ્રી પૂરી કર્યા પછી પોતાને ખેતીથી દૂર ન કરી શક્યા. 80ના દશકમાં તેમણે ખેતીને ગંભીરતાથી લીધી.

એક ખેડૂત પરિવારમાં જન્મ લીધો હોવાના કારણે રામચંદ્રને કુદરત અને ખેતી વચ્ચે સંબંધને ઉંડાણથી સમજવાની તક મળી હતી. જે લગભગ દરેક માટે જરુરી હોય છે. કુદરતી ખેતી વિશે જાણ્યા પછી તેની સમજ વધી હતી. તેઓ એક એવું કૃષિ મોડલ વિકસિત કરવા ઈચ્છતા હતાં. જેમાં બધું જ કુદરતી રીતે થતું હોય.
તેમણે કહ્યું કે,’જંગલના ઝાડની દેખભાળ કોઈ જ કરતું નથી અને ન તો કોઈ તેમને સીંચવા જાય છે. જંગલ, ઝાડ-છોડને જીવન આપે છે પરંતુ ફળી ચિંતા કરતું નથી. હું પણ પોતાની ભૂમિને ઉપજાઉ બનાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરું છઉં. જમીન જેટલી સ્વસ્થ હશે. ઉત્પાદન એટલું જ ઉત્તમ થશે. આ કારણે જ ખેતરમાં અળસિયા અને માટીમાં રહેતા જીવની સંખ્યા વધારવી જરુરી છે.’

Natural Farming

રામચંદ્રએ પોતાના જ્ઞાન અને સમજના આધારે જ વેરાન ભૂમિ પર ખેતીની નવી ટેક્નીક શરુ કરવાનું જોખમ ઉઠાવવાનો નિર્ણય લીધો હતો.
“મને લોકોએ આ સસ્તી અને વેરાન ભૂમિને ખરીદવાથી રોક્યો હતો. લોકોનું કહેવું હતું કે આમ કરવાથી કોઈ જ ફાયદો થવાનો નથી. મારુ આગળ વધવાનું એકમાત્ર કારણ એ જ હતું કે હું કુદરતની શક્તિમાં વિશ્વાસ કરતો હતો. આ વિશ્વાસના કારણે જ જોખમ ઉઠાવવા માટે તૈયાર હતો.”

રામચંદ્રએ કહ્યું કે,’માટીમાં અળસિયાની ભૂમિકા જ સૌથી વધારે મહત્વની હોય છે. તેઓ કાર્બનિક પદાર્થ જેમ કે સડેલા પાન, માટી સાથે જ ગાયનું છાણ પણ ખાય છે. બદલામાં તેઓ 24 કલાકમાં ખેતીને સમૃદ્ધ બનાવે છે. જેથી છોડને દરેક પોષક તત્વ મળી રહે છે. અળસિયાઓ માટીને ચાળે છે અને માટીની એક વ્યવસ્થિત સંરચના બનાવે છે. જેથી પાણીને જમીનની અંદર પ્રવેશવામાં પણ સરળતા રહે છે. જેથી પાકને પૂરતું પાણી મળે છે. જે જડ સુધી પહોંચે છે.’

Organic Farming
Banana in his Farm

રામચંદ્રએ આ ચક્ર વિકસિત કરવા માટે પહેલા તો પોતાની ભૂમિને ઉપજાઉ બનાવી હતી. આ માટે તેમણે દરેક પાકને દરેક અવશેષ અને બાયોમાસ રિસાઈકલ કરીને ખેતીને લીલા ખાતરથી ઢાંકી. જે પછી તેમણે માટીમાં જીવામૃત (ગાયનું છાણ,ગૌમૂત્ર, પાણી અને ગોળનું મિશ્રણ) ભેળવ્યું હતું. આ બન્ને જૈવ પદાર્થ માટીની ઉર્વરતા અને બેક્ટિરિયલ એક્ટિવિટી વધારે છે.
જેનો ઉપયોગ કરવાથી નકામા વિષાણું નષ્ટ થઈ જાય છે. તેમણે જણાવ્યું કે,’હું સામાન્ય રીતે છોડવાઓના જડને નુકસાન ન થાય તેવી રીતે જ નિંદણ નષ્ટ કરું છું. જમીનની નીચે જડ સારુ કામ કરે છે અને માટીઓમાં રહેતા જીવ માટે ભોજન તૈયાર કરવાનું કામ કરે છે.’
રામચંદ્રને કુદરતી ખેતીની આ ટેક્નીકમાં ઉંડી શ્રદ્ધા છે. ત્રણ વર્ષની આકરી મહેનત અને અઢળક નિષ્ફળતા પછી તેમને આવી સફળતા મળી છે.

ઝીરો બજેટ ખેતી કેવી રીતે શરુ કરી?
રામચંદ્રએ કહ્યુ હતું કે, કોઈપણ વ્યવસાયમાં પહેલો નિયમ એ છે કે ઈનપુટ ખર્ચ ઓછામાં ઓછો હોય. તેમાં કોઈ જ રહસ્ય નથી કે દેશના અનેક ખેડૂતો રસાયણો પર જ નિર્ભર રહે છે. જે ઈનપુટ ખર્ચ વધારે છે.

ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગનો હેતુ બહારની ચીજો સાથે જોડાયેલા વધારે ખર્ચને નાબૂદ કરવાનો છે. જેનાથી દેવું પણ વધે છે અને પર્યાવરણને નુકસાન પણ પહોંચે છે. આ કારણે જ રામચંદ્રએ જીવામૃત અને મલ્ચિંગ બનાવવાની પ્રક્રિયા પર વધારે ભાર મૂક્યો હતો.
રામચંદ્રએ જણાવ્યું કે,’જીવામૃત માટીની ઉર્વરતા અને માઈક્રોબેક્ટેરિયલ ગતિવિધિઓને વધારે છે. જેથી ફંગલ ઈન્ફેક્શનની સમસ્યા ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય છે. ગાય વડે આપણને કૃષિ ચક્ર પૂરું કરવામાં મદદ મળે છે. ગાય ઘાસ ચરવામાં મદદ કરે છે અને તેના અપશિષ્ટ (મૂત્ર અને છાણ)નો ઉપયોગ કોઈ જ ખર્ચ વગર જીવામૃત બનાવવામાં થાય છે.’
મલ્ચિંગ માટે તેઓ પ્લાસ્ટિકની ચાદરોના બદલે માટીને ઢાંકવા માટે સૂકી ડાળીઓનો ઉપયોગ કરે છે. મલ્ચિંગ એક ખેતીની ટેક્નીક છે. જે નિંદણને દબાવે છે અને પાકના ઉત્પાદનમાં પાણીને બચાવે છે.

Natural Farming

તેમણે મલ્ચિંગ શીટ પર 3-4 ફૂટ ઉંડા છિદ્ર બનાવ્યા અને પછી બીજને વાવ્યા હતાં. આ છિદ્ર ભારે વરસાદના કારણે પાકને નુકસાનથી બચાવે છે. તેઓ વધારાના પાણીને અવશોષિત કરે છે અને ભૂજળને રિચાર્જ કરે છે.

બીજ વાવવા માટે રામચંદ્ર ઈન્ટરક્રોપિંગ વિધિનો ઉપયોગ કરી રહ્યાં છે. જ્યાં એક જ માટી પર બે અથવા વધારે છોડવાઓને રોપી શકાય છે. તેઓ એવા છોડ પસંદ કરે છે જે એકબીજાના પૂરક હોય છે. ઉદાહરણ માટે તેમણે કેળા અને હળદરને એકસાથે એ કારણોસર ઉગાડવા આ વિધિનો ઉપયોગ કરે છે. કારણકે તેનાથી જંગલના પાકને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, હળદરને ઓછો તડકો જોઈએ છે અને કેળાના પાનથી તેને છાંયડો મળી રહે છે.
ભાવનગરના એક ખેડૂત વનરાજસિંહ ગોહિલે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે,’અલગથી લગાવવામાં આવેલા છોડની અપેક્ષા ઈન્ટરક્રોપિંગમાં તડકો અને પાણીનો વધારે અસરથી ઉપયોગ કરે છે. ઉપરાંત છોડવાઓ વચ્ચે ઓછુ અંતર પણ કીડાથી બચાવે છે. જીવામૃત અને મલ્ચિંગ છોડના વિકાસમાં વધારે મદદ કરે છે.’ ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ દ્વારા ગોહિલની આવક પણ છ મહિનામાં બમણી થઈ છે. તેમની સ્ટોરી અહીં વાંચો.
પાકને રોગથી બચાવવા માટે રામચંદ્ર લીમડો અને ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તેઓ ડ્રિપ ઈરિગેશન મેથડનો ઉપયોગ કરે છે. જેથી સીધા જડને પાણી મળે છે અને 50% પાણીની બચત થાય છે.

Ramchandra Patel
Ramchandra’s outlet in Surat district

અસરઃ
રામચંદ્રએ કહ્યું કે, જ્યારથી તેણે પોતાની ખેતીમાં રસાયણિક દવા છાંટવાની બંધ કરી છે ત્યારથી સ્કિન એલર્જી પણ ઓછી થઈ છે અને ઈમ્યુનિટીમાં સુધારો થયો છે. રામચંદ્રની કોશિશ એવી જ રહે છે કે તેમની ઉપજની કિંમત બજારમાં મળતા કેમિકલ ઉત્પાદનો જેટલી જ હોય જેથી વધારામાં વધારે લોકો સ્વસ્થ અનાજ ખરીદે. તેઓ કહે છે કે,’ઈનપુટ ખર્ચ ઓછો હોવાના કારણે હું મારા પાકની કિંમત ઓછી રાખું છું. જોકે, વાતાવરણ અને હવામાનના આધારે ક્યારેક કિંમત વધારવી પડે છે.’

વધારાની આવકના સ્ત્રોત તરીકે રામચંદ્ર વેલ્યૂ એડેડ પ્રોડક્ટ પણ બનાવે છે. જેમાં કેળાની ચિપ્સ, શેરડીનો રસ, વેફર્સ, હળદરનો પાઉડર, રતાળુ પૂરી ભજીયા અને ટામેટાની પ્યૂરીનો સમાવેશ થાય છે. પોતાના ખેતર આગળ જ બનેલા આઉટલેટમાં તેઓ આ આઈટમ્સ વેચે છે. સુરત જિલ્લામાં રહેતા લોકો પણ હોમ ડિલિવરીનો ફાયદો ઉઠાવી શકે છે.

તેમના ગ્રાહકોમાંથી એક મદન શાહ જણાવે છે કે, પોતાના પરિવારને સુરક્ષિત રાખવા માટે થોડો વધારે ખર્ચ કરવો પણ ખરાબ નથી લાગતું. મદને જણાવ્યું કે, “રામચંદ્રએ મને તેના ખેતર અને ટેક્નીક વિશે વાતો જણાવી હતી. અમે કેટલાક વર્ષોથી તેમના ખેતરમાંથી ફળ-શાકભાજી વગેરે લઈ રહ્યાં છીએ અને મેં મારા સ્વાસ્થ્યમાં ફેરફાર પણ અનુભવ્યો છે. હવે હું બીમાર નથી પડતો. યોગ્ય ભોજન કરવાથી ખૂબ જ ફરક પડે છે.”
રામચંદ્રએ પર્યાવરણ અને વ્યક્તિઓ પર કીટનાશક દવાઓ અને ઉર્વરકોની હાનિકારક અસરને ખૂબ જ નજીકથી જોઈ છે. જોકે, તેને આશા છે કે, વધારામાં વધારે ખેડૂત પર્યાવરણને અનુકૂળ ખેતીની ટેક્નીક અપનાવશે અને સ્વસ્થ ભોજન પેદા કરશે. જેથી ગ્રાહકોને લાંબા સમય સુધી સ્વસ્થ જીવન જીવવામાં મદદ મળશે.

મૂળ લેખઃ GOPI KARELIA

આ પણ વાંચો: ગુજરાતઃ સરગવાની ખેતી અને પ્રોસેસિંગે દીપેન શાહને બનાવ્યા લાખોપતિ ખેડૂત

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X