ગુજરાતનું આ ગામ માત્ર 8 મહિનામાં બન્યું ‘કચરા-મુક્ત’, બધાંએ કરવું જોઇએ તેનું પાલન

ગુજરાતનું આ ગામ માત્ર 8 મહિનામાં બન્યું ‘કચરા-મુક્ત’, બધાંએ કરવું જોઇએ તેનું પાલન

વર્ષો સુધી અંબાપુર ગામના લોકો તળાવ પાસે જ કચરો ફેંકતા હતા. વિદ્યાર્થીઓના એક ગૃપ દ્વારા અહીં ત્રણ સ્ટેજનો પ્રોગ્રામ રજૂ કરતાં કચરાનું વૈજ્ઞાનિક રૂપે વ્યવસ્થાપન કરવામાં આવ્યું.

વાત ગામડાંની કરવામાં આવે એટલે તમારા મગજમાં સૌથી પહેલાં શું આવે?

ચારેય બાજુ ખેતરો, વાંસ કે માટીમાંથી બનાવેલાં કાચાં ઘરો અને સ્વચ્છ હવા.

જોકે હકિકત મોટા ભાગના સમયે આના કરતાં અલગ હોય છે. સ્વચ્છતાની આદતો બાબતે અપૂરતી અભાનતાના કારણે ઘણીવાર તેમનું સ્વાસ્થ્ય તો જોખમાય જ છે, સાથે-સાથે ગમેત્યાં કચરાના ઢગલાના કારણે તેઓ એક સારું સુઘડ જીવન પણ નથી જીવી શકતા.

સપ્ટેમ્બર 2018 સુધી તળાવો ગંદકીથી ઊભરાતાં હતાં, હવામાં કચરાની વાસ અને ધૂમાડો જ દેખાતો હતો, બાળકો વારંવાર બીમાર પડતાં અને પ્રાણીઓને પણ પ્લાસ્ટિક ખાવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

waste management
Before and after image of Ambapur village

કચરાના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે 500 કુટુંબનું આ ઘર ધીરે-ધીરે ગંદવાડમાં ફેરવાઈ રહ્યું હતું. નસીબજોગે LDRP ઈસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલૉજી અને રિસર્ચ, ગાંધીનગરની કૉલેજના વિદ્યાર્થીઓનું એક ગૃપ અહીં આવ્યું એકાદ વર્ષ પહેલાં અને અને તેમને અને સ્વચ્છતાની આ ઉણપ સ્પષ્ટ દેખાઈ.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં કૉલેજના એક વિદ્યાર્થી દીપ ભુવાએ કહ્યું, “કૉલેજના પ્રોજેક્ટ મારફતે અમે ગામમાં સ્વચ્છતાનાં કેટલાંક અભિયાન હાથ ધર્યાં. અમે અમારો ટાસ્ક પૂરો કર્યો હોવા છતાં કઈંક ખૂટતું હોય એમ લાગ્યું. ગામની સુંદરતા વધારવા માટે અમે ‘વાવો પ્રોજેક્ટ’ શરૂ કર્યો, જેના અંતર્ગત ઝાડ વાવવામાં આવ્યાં.”

Ambapur
College students and Mumbai-based NGO introduced formal waste management system in Ambapur

ગામમાં થોડા દિવસ પસાર કર્યા બાદ, દીપે જોયું કે, કેવી રીતે કચરાના ઢગલા પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા હતા અને લોકોનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું હતું. પરંતુ આ બાબતે વધારે અનુભવ અને જાણકારી ન હોવાના કારણે તે વધારે કઈં ન કરી શક્યો.

નસીબજોગે આ દરમિયાન તેનો સંપર્ક કિંજલ શેઠીયા મુંબઈમાં આવેલ ‘નીડ બોક્સ ફાઉન્ડેશન’ ના ફાઉન્ડર સાથે થયો. આ એનજીઓએ ભૂતકાળમાં કચરાના વ્યવસ્થાપનમાં કામ કર્યું છે.

કિંજલ અને પોતાના મિત્રોની ટીમ સાથે મળીને દીપે અંબાપુર ગામમાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કચરાની આ સમસ્યા હલ કરવાનો પ્રોગ્રામ શરૂ કર્યો.

Swachch Bharat
Students conducted sessions on waste management in Ambapur to spread awareness

તો વાવોના વોલેન્ટિયર્સે લોકોને પ્રશિક્ષિત કરવાનું શરૂ કર્યું, તો કિંજલ અને તેના ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન કેમ્પેન દ્વારા ફંડ ભેગુ કરવાનું શરૂ કર્યું.

આ બાબતે કિંજલ જણાવે છે, “અમારા ભૂતકાળના અનુભવો પરથી એટલું તો અમને ખબર જ છે કે, કોઈપણ પ્રોજેક્ટ ચલાવવા માટે ફંડ ખૂબજ મહત્વનાં છે. આ એક ચાલુ પ્રોજેક્ટ છે અને તેને સક્રિય રાખવા અમને પૈસાની જરૂર છે.”

Swachch Bharat
Mohan, a ragpicker, collects wet and dry waste and disposes it accordingly

જે રીતે દરેક યોજનાની સકારાત્મક અસર લાંબાગાળે જોવા મળતી હોય છે, એ જ રીતે આ પ્રોજેક્ટ પણ ખૂબજ મોટા પાયે જાગૃતિ અભિયાનથી શરૂ કરવામાં આવ્યું. આ ટીમે ગ્રામ પંચાયતની કમિટીને વિશ્વાસમાં લીધી, જેથી તેઓ બહારના લોકો પર વિશ્વાસ મૂકે.

સ્થાનિક લોકો સાથેની પહેલીવારની વાત યાદ કરતાં કિંજલે કહ્યું, “જ્યારે તમે લોકોની રોજિંદી આદતોમાં વિક્ષેપ પાડતા હોય ત્યારે લોકો તમને કાઢી જ મૂકે. પરંતુ અમને પણ ગામલોકો ઉત્તેજના જોઈ ખૂબજ આશ્ચર્ય થયું. તેમને જોઈને મજ લાગે કે, તેઓ પણ એવી કોઈ વ્યક્તિની રાહ જ જોતા હતા, જેઓ તેમના આ કચરાનું નિરાકરણ લાવે.”

શરૂઆતનાં થોડાં અઠવાડિયાં કૉલેજના વિદ્યાર્થીઓ અને એનજીઓના સભ્યોએ ઘરે-ઘરે જઈને સ્થિતિ જોઈ અને તપાસ્યું કે, તેઓ ઘરના કચરાને તડાવ પાસે ફેંકે છે. જેને બંધ કરવા તેમણે ઘરે-ઘરેથી કચરો ભેગો કરવા ગાડીની વ્યવસ્થા કરી.

Compost making
With time, the residents stopped littering on roads

ગામલોકોએ પણ આવું પહેલીવાર જોયું કે, રોજ સવારે કચરો લેવા માટે કોઈ તેમના ઘરનો દરવાજો ખખડાવે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ગામની રહેવાસી લીલાએ કહ્યું, “અમને કચરો ઘરની બહાર કે સ્થાનિક તળાવ પાસે નાખવાની આદત હતી. ત્યારે મોહન અને રેગપીકર (ગાડી), દ્વારા અમારા ઘરનો કચરો ભેગો કરવાનું શરૂ કરતાં, પર્યાવરણમાં અમારા કારણે ફેલાતી ગંદકી બંધ થઈ.”

બીજા સ્ટેજમાં, દરેક ઘરમાં એક વાદળી અને એક લીલી એમ બે કચરાપેટી આપવામાં આવી, જેથી તેમને કચરો અલગ પાડવાની આદત પડે.

આ અંગે કિંજલ જણાવે છે, “એકવાર તેમની આસપાસ કચરો નાખવાની આદત બંધ થઈ ગઈ પછી અમે તેમને ભીના અને સૂકા કચરાને અલગ-અલગ રાખતાં શીખવાડ્યું.”

Compost-making
Continuous efforts by the residents made the village garbage free

મોહન દર મહિને ભીના કચરાને ગામની બહાર આવેલ ખાતરના ખાડામાં લઈ જાય છે, જ્યારે સૂકા કચરાને એક ઓરડામાં સંગ્રહિત કરે છે,, જેને દર મહિને રિસાયક્લિંગ યુનિટમાં જમા કરે છે.

ત્રીજા તબક્કામાં સરપંચ સમિતિ દ્વારા જમીનમાં બે કમ્પોસ્ટિંગ ખાડા બનાવવામાં આવ્યા. જેમાં બનેલ ખાતર ખેડૂતોને ખેતરમાં વાપરવા માટે આપવામાં આવે છે.

આ વાતને અત્યારે એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો, ગામના તળાવોની આસપાસ જરા પણ કચરો નથી.

દીપ અને કિંજલ બંને જાણતાં હતાં કે, આ પ્રોજેક્ટને શરૂ કરવા કરતાં તેને સતત ચાલું રાખવો વધારે મુશ્કેલ છે, તેને ચાલુ રાખવા કેટલાં આશ્ચર્યજનલ પગલાં રજૂ કર્યાં.

આ અંગે વાત કરતાં દીપે કહ્યું, “વોલેન્ટિયર્સ ગામની નજીક જ રહે છે, એટલે તેઓ દર અઠાવાડિયે ગામની મુલાકાત લે છે. પહેલી ભૂલમાં અને ચેતવણી આપીએ છીએ અને બીજી વાર એ જ ભૂલ થાય તો અને 80 રૂપિયાનો દંડ લઈએ છીએ. આશ્ચર્યની વાત તો એ છે કે, અત્યાર સુધીમામ એકપણ વાર કોઇએ કોઇ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી.”

ગામને કચરા રહિત બનાવ્યા બાદ, લોકોની માનસિકતા અને ગામની સ્થિતિમાં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે.

ગામની સ્થિતિમાં દેખીતા બદલાવ બાદ રહેવાસી સચિન પટેલ કહે છે, “પહેલાંની જેમ રસ્તાઓ કચરાથી ભરાયેલા હોત તો, ઊંદરો અને જીવ-જંતુઓનો કાયમી વસવાટ હોત. હવે ગામ ખૂબજ સ્વચ્છ બની ગયું છે. એકદમ ચોખ્ખા ચણાક, બિલકુલ કચરા વગરના આ રસ્તાઓ પર ફરવું ખૂબજ સુખદ અનુભવ છે. અને અમે કચરાનો યોગ્ય નિકાલ કરી રહ્યા છીએ.”

હવે ગામમાં કચરો એકત્રિત કરવાની સંગ્રહ સિસ્ટમ છે અને સૌથી મહત્વનું તો, અમે કચરાને અલગ પાડીએ છીએ. હવે કોઈ કચરાને બહાર ફેંકતું નથી. બાળકો પણ કચરો કચરાપેટીમાં જ નાખે છે. તો બીજા એક સ્વયંસેવક તુષાર પારેખ કહે છે કે, સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ આ કામગીરીથી અમે ખૂબજ ખુશ છીએ.

દીપને લાગે છે કે, ગામલોકોએ વ્યક્તિગત સ્તરે પરિવર્તન આણ્યું છે. તેઓ પોતે તો આસપાસ કચરો ફેંકતા નથી જ, સાથે-સાથે અન્ય લોકોને પણ આમ કરતા રોકે છે.

મોહનનું જીવન પણ આ સારી પહેલથી બદલાયું છે, પહેલા તે કઈંક વેચવાલાયક મળી જાય એ માટે કચરો ફેંદતો હતો, જેથી બે સમયનું ભોજન રળી શકે. હવે તેને સરપંચ સમિતિ દ્વારા દર મહિને પગાર તો મળે જ છે, સાથે-સાથે સીકા કચરાને રિસાયકિંગ માટે વેચી તેમાંથી પણ કમાણી કરે છે. તેની આર્થિક સમસ્યાઓ હલ થઈ ગઈ છે.

અંબાપુર ગામમાં કરવામાં આવેલ કચરાની આ વ્યવસ્થાપન મોડેલથી જાણવા મળે છે કે, સામૂહિક પ્રયત્નોથી મોટામાં મોટી સમસ્યાને પણ થોડા સમયમાં હલ કરી શકાય છે.

બદલાવને સ્વિકારવા અને તેને ટકાવી રાખવા ગામલોકોને પણ અભિનંદન, જેમના સમર્પિત પ્રયત્નોથી જ આજે આ કામ સફળ થયું છે.

મૂળ લેખ: ગોપી કરેલિયા

આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં થાય છે ‘સોલર ખેતી’, ન ડીઝલનો ખર્ચ ન દુષ્કાળ પડવાની બીક

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X