માનવતાવાદી કાર્ય કરતા મોતી રૂપી વ્યક્તિઓની માળામાં આજે ધ બેટર ઇન્ડિયા પર એક નવા મોતીનો ઉમેરો થયો છે. અહીં અમે વતા કરી રહ્યા છીએ રાજકોટના ઉપલેટામાં સેવાની ધુણી ધખાવનાર એક મહિલાની કે જેઓ નિઃસ્વાર્થ સેવાના આ કાર્યમાં પોતાની જિંદગી ખપાવી રહ્યા છે.
છેલ્લાં 35 વર્ષથી ઉપલેટાનું આ દંપતિ સેવાકાર્યો કરી રહ્યું છે. વાત ભૂખ્યાને ભોજન પહોંચવાની હોય કે દર્દીને દવા, આ દંપતિ હંમેશાં તૈયાર રહે છે. જિગ્નેશભાઈએ સેવા માટે જ સરકારી નોકરી છોડી અને દંપતિએ પોતાનું બાળક પણ નથી કર્યું.