Powered by

Latest Stories

HomeTags List Tree Plantation Drive

Tree Plantation Drive

પાટણના સરિયદ ગામની જમીનને યુવાનોએ ફેરવી નંદનવનમાં, શિકારીને આપી એક સન્માનજનક જિંદગી

By Kishan Dave

જે જમીન પર એક સમયે માત્ર ગાંડા બાવળ હતા ત્યાં આજે 2000 કરતાં વધુ દેશી કુળનાં અને ફળાઉ ઝાડ છે. પાટણના સરિયદ ગામના યુવાનોએ વેરાન જગ્યાએ આજે સુંદરવનમાં ફેરવી દીધી અને 2 લોકોને રોજી પણ આપી.

2 ઝાડથી થયેલ શરૂઆત પહોંચી 5 હજારે, સૌરાષ્ટ્રના જગમલભાઈએ નકામી વસ્તુઓમાંથી બનાવી બાલવાટિકા

By Kishan Dave

સામાન્ય ડ્રાઇવરની નોકરી કરતા જગમલભાઈએ બચતમાંથી જમીન ખરીદી ઊભુ કર્યું 5000 ફળાઉ જાડનું જંગલ. સાથે-સાથે ગામલોકોએ ફેંકી દીધેલ વસ્તુઓમાંથી જ બનાવી સુંદર બાલવાટિકા. બધાં જ ફળ છે અહીંનાં પક્ષીઓ અને વાટિકામાં આવતાં બાળકો માટે. તો રસ્તે જતા પથિકો માટે જાતે બનાવી પરબ.

અનાથ વૃક્ષોના નાથ છે મહેસાણાના કાનજીબાપા, માથે બેડાં ઉપાડી જાતે પાય છે પાણી

By Kishan Dave

મહેસાણાના વિનાયકપુરાના કાનજીબાપા 78 વર્ષની વયે પણ ગામનાં બધાં જ અનાથ વૄક્ષોના નાથ બન્યા છે. તો ઘરની આસપાસ અને ગામમાં જ્યાં પણ જગ્યા મળે ફળાઉ વૃક્ષો અને શાકભાજી વાવે છે, જેથી ગામ આખાને મળે તાજાં ફળ-શાકભાજી.

77 વર્ષિય રિટાયર્ડ શિક્ષકે 40 વર્ષોથી પોતાના ખર્ચે વૃક્ષારોપણ કરી આખા રસ્તાને બનાવ્યો લીલોછમ

By Mansi Patel

77 વર્ષિય રિટાયર્ડ શિક્ષકે છેલ્લાં 40 વર્ષથી સતત વૃક્ષારોપણ કરી 15 કિમીના આખા રસ્તાને બંને બાજુથી હરિયાળો બનાવી દીધો છે. પેન્શનમાંથી વૃક્ષો વાવવાની સાથે-સાથે તે મોટાં થાય ત્યાં સુધી સંભાળ પણ રાખે છે.

3000 ઝાડ-છોડ વાવી, આ પ્રિંસિપાલે સૂકી જમીનને બનાવી દીધી ‘ફૂડ ફોરેસ્ટ’

By Mansi Patel

કોલેજનાં પ્રિસિપલે 'એકલા ચલો રે' ની નીતિ અપનાવીને 4 વર્ષમાં કેમ્પસમાં વાવી દીધા 3000 ઝાડ-છોડ. ફૂડ ફોરેસ્ટમાં ઉગતાં ફળ-શાકભાજી કૉલેજની કેન્ટિનમાં તો વાપરાય જ છે, સાથે-સાથે સફાઈ કર્મીઓ અને મહેમાનોને પણ આપવામાં આવે છે. તો ચોમાસા દરમિયાન 12 લાખ લિટર પાણી બચાવી વાપરવામાં આવે છે આખુ વર્ષ.

બાળકોના પોષણ માટે કચ્છના 'મોજીલા માસ્તરે' વાવ્યાં શાકભાજી, રણમાં પણ શાળા બની હરિયાળી

By Kishan Dave

રણમાં પણ હરિયાળી ફેલાવનાર આ મોજિલા માસ્તરે અન્ય 70 શાળાઓમાં પણ પહોંચાડ્યાં શાકભાજી અને ફૂલોનાં બીજ. શાળામાં બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે એ માટે વાવ્યાં ઑર્ગેનિક શાકભાજી. આજે ચકલી જોવા મળતી નથી ત્યાં અહીં 200 ચકલીઓ કરે છે કલબલાટ.

શંખેશ્વરના આ રિટાયર્ડ શિક્ષક દંપત્તિએ જીવનભરની મૂડી ખર્ચી રણમાં ઊભુ કર્યું જંગલ

By Kishan Dave

દુષ્કાળમાં પ્રાણીઓને મરતાં જોઈ શિક્ષક દંપતિએ રિટાયર્ડમેન્ટની આખી મૂડી ખર્ચી રણમાં ઊભુ કર્યું જંગલ. 14 વર્ષની મહેનતે વાવ્યાં 7000 કરતાં વધારે વૃક્ષો. આ જગ્યા અત્યારે હજારો પશુ-પક્ષીઓ માટે બની ગઈ છે કાયમી આવાસ. 72 વર્ષની ઉંમરે પણ તેઓ આખો દિવસ પસાર કરે છે આ વૃક્ષો અને પશુ-પક્ષીઓ વચ્ચે.