વર્ષ 2021ની પૂર્ણાહૂતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતનાં 5 એવાં ઘર અંગે, જેમના ઘરે બધી જ સુખ-સુવિધાઓ હોવા છતાં વિજળી-પાણી અને શાકનો ખર્ચ છે નહિવત. જીવન જીવે છે પર્યાવરણને અનુકૂળ.
ગુજરાતના અમલસાડમાં વર્ષો જૂના સ્મશાનને વર્ષ 2020 માં નવું રૂપ આપવામાં આવ્યું. અહીંની બે એકર જમીનમાં પહેલાં માત્ર સ્મશાન હોવાથી મોટાભાગની જમીનનો ઉપયોગ થતો જ નહોંતો, પરંતુ હવે અહીં ખૂબજ સુંદર ગાર્ડન પણ છે અને શહેરના લોકો સમય પસાર કરવા આવે છે.
ઘોષ પરિવારે સસ્ટેનેબલ ઘર બનાવવા માટે અપનાવી છે આ અનોખી રીત જેથી ઘર રહે છે ઠંડુ. પીવાનું વરસાદનું પાણી અને વપરાયેલ પાણી રિસાયકલ થઈ જાય છે ગાર્ડનમાં. વિજળીનું બિલ આવે છે 'ઝીરો'.
વધી રહેલ ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા જોઈ અમદાવાદના આ આર્કિટેકે નોકરી અને શહેર છોડી ગામડામાં બનાવી ઈકો ફ્રેન્ડલી ઑફિસ અને ઘર. સ્થાનિક મટિરિયલમાંથી બનાવેલ આ ઘર-ઑફિસની અંદરનું તાપમાન બહાર કરતાં 5 ડિગ્રી ઓછું રહે છે. ઉપરાંત આ બાંધકામમાં ખર્ચ પણ ઘટે છે. દૂર-દૂરથી લોકો આવે છે ખાસ જોવા.
ઘરમાં કોઈ જ ગટર કનેક્શન નથી. બાથરૂમના પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. રેતી, જળકુંભી, ડકવીડ અને વૉટર બેટ્યૂસ જેવા છોડ ઊગાડીને એક પ્રભાવી ફિલ્ટરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. આ છોડ પાણીને સ્વચ્છ કરવામાં મદદ કરે છે.