માતા અને પડોશીનું કોઈપણ પ્રકારના વ્યસન વગર પણ કેન્સરના આરણે અવસાન થતાં સુરતના યુવાને કેમિકલયુક્ત ફળ-શાકભાજીથી છૂટકારો મેળવવા શરૂ કર્યું કિચન ગાર્ડનિંગ. જરા પણ ખર્ચ વગર મેળવે છે તાજાં ફળ-શાકભાજી.
રાજકોટના જયેશભાઈના પરિવારની સાથે-સાથે અડોસ-પડોસના લોકોને પણ મળી રહે છે બધી ઔષધીઓ. તો ભાગ્યે જ બજારમાંથી લાવે છે શાકભાજી. વરસાદનું ટીંપુ પણ પાણી બગડવા નથી દેતા અને સોલર એનર્જીનો પણ કરે છે ભરપૂર ઉપયોગ.
દરેક ઘરમાં ખવાતું સુપર ફુડ એટલે કેળા- તે આપણાં સ્વાસ્થ્ય માટે તો ખૂબ સારા છે, પરંતુ તેની છાલ પણ ઓછી ગુણકારી નથી. કેળાની છાલમાંથી બનાવેલું ખાતર, છોડના વિકાસ માટે ખૂબ સારું છે. તો ચાલો જાણીએ,તેને બનાવવાની અને ઉપયોગ કરવાની રીત.
ગોવાના રહેવાસી યોગિતા મહેરા અને કરણ મનરાલ છેલ્લા 13 વર્ષથી ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ કરે છે. તેની સાથોસાથ તેઓ ‘ગ્રીન ઇસેન્સિયલ’ નામે પોતાનો ગાર્ડન સ્ટોર પણ ચલાવે છે. જેના અંતર્ગત સંખ્યાબંધ લોકોને સુંદર ગાર્ડન બનાવવામાં મદદ કરી છે.