નવરાત્રીમાં ગરબીને પાણીમાં પધરાવવાથી જળ પ્રદૂષિત થાય છે અને તેનાથી ઘણાં જળચર પ્રાણીઓ અને માછલીઓ માટે જીવનું જોખમ ઊભું થાય છે. તો અહીં જુઓ આ ગરબીમાંથી તમે ઘરે જ કેવી રીતે ચકલી માટે સુરક્ષિત ઘર બનાવી શકો છો.
અમિત દોશીએ નવપ્રયોગ કરી 'Neerain' નામનું એક રૂફટોપ રેઈનવોટર હાર્વેસ્ટિંગ ફિલ્ટર બનાવ્યું છે, જેને જાળવવાનો ખર્ચ બહુ ઓછો છે અને તેમાં કોઈએ સતત કામ કરવાની પણ જરૂર નથી. અત્યાર સુધીમાં, આની મદદથી 10 કરોડ લિટર કરતાં વધુ પાણી બચાવવામાં આવ્યું છે..
વડોદરામાં 2019ના વર્ષમાં આવેલ મૂસળધાર વરસાદ પછી, શહેરની શાળાઓમાં પાણીની તીવ્ર તંગી સર્જાવા લાગી હતી. તે જોઈને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે ઝડપથી સમગ્ર વિસ્તારમાં રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ ઉભી કરી છે, જેથી શાળાઓ આગામી ચાર વર્ષો સુધી પોતાની પાણીની જરૂરિયાતો પૂરી કરી શકે.
લૉકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ મળતાં વતન આવેલ યુવાનોને માંડલના નાનકડા ગામ ટ્રેન્ડના યુવાનોને રોજનો એક કલાક આપી વેરાન સ્મશાનમાં વાવ્યાં 1500 કરતાં વધારે વૃક્ષો. એક સમયના વેરાન સ્મશાનમાં આજે લોકો આવે છે પિકનિક માટે.
એક વર્ષ પહેલાં લોકડાઉનમાં કોર્ટ થોડાક સમય બંધ રહેતાં આનંદભાઈએ કાર પર 1.50 લાખના ખર્ચે સોલર લગાડી ઝેરોક્ષ, ડ્રાફ્ટિંગ અને પ્રિન્ટિંગની હરતી-ફરતી દુકાન શરૂ કરી હતી
અમદાવાદમાં બનાવવામાં આવી છે અનોખી સાડી લાઈબ્રેરી. જ્યાં ગુજરાત અને અમેરિકાની શ્રીમંત મહિલાઓ પ્રસંગોમાં એકાદવાર પહેરેલી સાડીઓ દાનમાં આપેછે. અને અહીંથી દરેક જરૂરિયાતમંદ મહિલા મફતમાં પ્રસંગમાં પહેરવા માટે સાડી લઈ જઈ શકે છે.