અમદાવાદનાં સમૃદ્ધ સારાભાઈ પરિવારમાં જન્મેલ અનસુયાબેન જીવનભર લડ્યાં વંચિતો અને ગરીબો માટે. ગાંધીજીના પગલે ચાલતાં તેમણે મિલ કામદારોના વેતનમાં પણ 35% ટકાનો વધારો કરાવ્યો હતો અને બીજાં ઘણાં મહત્વનાં કામ કર્યાં.
માત્ર બે કારીગરો સાચવી રહ્યા છે કચ્છની નામદા કળા. અકબરના સમયથી જાણીતી બનેલ આ કળા આજે લુપ્ત થવાના આરે છે. દેશ અને ગુજરાતની ઓળખ સમાન હોવા છતાં કારીગરોને પૂરતી રોજી મેળવવાના પણ ફાંફા છે.
પોતાની કમજોરીને તાકાતમાં બદલી 40 દિવ્યાંગ બાળાઓને તેમની બહેનની મદદથી એકલા હાથે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા સાંભળ લઇ રહ્યા છે નીલમ બહેન. બાળાઓને નવડાવવાનું, જમાડવાનું, ભણાવવાનું બધાં જ કામ કરે છે જાતે.
વડોદરાના દિનેશભાઈ છેલ્લા ચાર વર્ષથી સયાજી હોસ્પિટલની બહાર રોજ 150 દરદીઓને જમાડે છે. લાંબી બીમારી બાદ મૃત્યુ પામનાર પત્નીની છેલ્લી ઇચ્છાને માન રાખી શરૂ કર્યું સેવા કેન્દ્ર.
પોતાના ઘરના બાંધકામ વખતે કૂતરાં આવીને આશરો લેતાં એ જોઈ તેમના માટે શેલ્ટર બનાવડાવ્યું અને રોજ તેમને ખવડાવવાનું શરૂ કર્યું. આજે રોજનાં 40-50 કૂતરાંને ખવડાવે છે. દર મહિને ખર્ચે છે 6000 રૂપિયા.
મહેસાણાનું આ દંપતિ રસ્તે રઝળતાં ભિખારીઓને ભણાવી પગભર કરે છે અને યોગ્ય ઉંમરે લગ્ન પણ કરાવી આપે છે. અત્યાર સુધી કરાવી ચૂક્યાં છે 122 લગ્ન. મહેનત કરી કમાતાં કર્યાં ઘણાં લોકોને.
બાળકોને પુસ્તકિયા જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ જ્ઞાન વધારે ગમે છે, એટલે રાજકોટના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આ શિક્ષક બાળકોને અવનવી ટેક્નોલૉજીથી વાકેફ કરવા, અને રસપ્રદ બનાવવા રોજ 20 કિમી મુસાફરી કરે છે. તેમના આ અભ્યાસક્રમને માન્યતા મળી છે IIM અમદાવાદ દ્વારા પણ.