મોરબીનું આ ગામ 20 વર્ષથી છે વ્યસનમુક્ત, શાળાનાં બાળકોને તમાકુ ખાતાં જોઈ આ વ્યક્તિએ પોતાના ગલ્લામાં તો તમાકુ વેચવાનું બંધ કર્યું જ, સાથે-સાથે ગામના બધા જ દુકાનદારોને પણ મનાવી લીધા. સાથે-સાથે ગામના લોકો માટે લાઈબ્રેરી શરૂ કરી વધાર્યો વાંચનનો શોખ.
ચાર વખત જીપીએસસી પાસ કરનાર તથા નાયબ મામલતદારની નોકરીમાં ન જોડાઈને શિક્ષક તરીકે જ રહેવાનું પસંદ કરનાર ધરમપુરના આચાર્ય ડો. ધર્મેન્દ્રકુમાર પ્રેમજીભાઈ પટેલે પોતાની શાળાની કરી નાખી છે કાયા પલટ અને શિક્ષણ જગતમાં પોતાની કાર્યશૈલીથી પ્રાપ્ત કર્યું છે એક આગવું સ્થાન
ભરૂચના ચોકસી પરિવારે પોતાની સ્વતંત્રતા સેનાની દાદાની યાદમાં બનાવી છે લાઈબ્રેરી. લાઈબ્રેરીમાં એસી સહિત બધી જ સુવિધાઓ હોવા છતાં લાઈટબિલ આવે છે 'ઝીરો'. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વાંચવા માટે છે શ્રેષ્ઠ જગ્યા.
રાજકોટના ઈશ્વરિયા ગામમાં આવેલ આ વિશ્વનીડમ ગુરૂકુળમાં સંપૂર્ણ રીતે કુદરતના સાનિધ્યમાં બાળકોને માનસિક અને શારીરિક રીતે સજ્જ કરવામાં આવે છે અને રોજગાર માટે ખાસ પ્રશિક્ષિત કરવામાં આવે છે.