પાટણમાં માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ માટે રામ રહીમના નામે શરુ કરાયેલ ભોજન માટેની સેવા આજે દરેક જરૂરિયાતમંદ માણસોને અપાઈ રહી છે. આ વિનામૂલ્યે ભોજનનો લાભ છેલ્લા 35 વર્ષમાં એકપણ દિવસ નથી રહ્યો બંધ.
છેલ્લાં 35 વર્ષથી ઉપલેટાનું આ દંપતિ સેવાકાર્યો કરી રહ્યું છે. વાત ભૂખ્યાને ભોજન પહોંચવાની હોય કે દર્દીને દવા, આ દંપતિ હંમેશાં તૈયાર રહે છે. જિગ્નેશભાઈએ સેવા માટે જ સરકારી નોકરી છોડી અને દંપતિએ પોતાનું બાળક પણ નથી કર્યું.
ભારતમાં જરૂરિયાતમંદોને ખવડાવવા ઘણી સંસ્થાઓ સેવા કરે છે, પરંતુ દુબઈમાં એવા ઘણા ભારતીયો છે, જેમની નોકરી છૂટી ગઈ છે અથવા કંપની પૂરો પગાર નથી આપતી, લાખો ખર્ચીને અહીંથી ગયા છે અને પૈસા ખૂટી પડવાના કારણે પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે. આ બધાંને બે સમય ગરમાગરમ ગુજરાતી ભાણુ જમાડે છે સોનલબેન પટેલ