ઇન્ટ્રો (પેટા) : ચિરપાડાના સોનુભાઇ ચૌધરીએ જાતમહેનતે ખેત તલાવડી ખોદી અને ખેતી માટે પિયતની વ્યવસ્થા કરી. ત્યારબાદ તેમાં જ મત્સ્ય પાલનનો વ્યવસાય શરૂ કર્યો. જેનાથી તેમની આવક બે વર્ષમાં 35થી હજાર વધીને દોઢથી બે લાખ સુધી પહોંચી ગઇ.
જમીન માત્ર દોઢ વિઘો, છતાં પોતાની સાથે 10 મહિલાઓને રોજગારી આપે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા. ઉનાળામાં કેરીના રસને પ્રોસેસ કરી આખુ વર્ષ વેચે છે તો શિયાળામાં ચિભડાંનું અથાણું બનાવે છે. આખા ગુજરાત માટે પ્રેરણા સમાન છે અલ્પનાબેન.
પ્રતિભા તિવારીએ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોના ખેડૂતોને જૈવિક ખેતી સાથે સાંકળ્યા અને સાથે-સાથે તેમની ઉપજ ખરીદી પોતાની કંપની 'ભૂમિશા ઑર્ગેનિક્સ' ની શરૂઆત કરી. આજે કમાઈ રહી છે લાખોમાં તો ખેડૂતોની આવક પણ થઈ બમણી.
ભુજના માત્ર સાતમું ધોરણ ભણેલ વેલજીભાઈ બન્યા ગુજરાતના પહેલા ખારેકમાંથી ગોળ બનાવતા ખેડૂત. આજે તેઓ 'ભૂડીયા' બ્રાન્ડ અંતર્ગત 42 પ્રકારના અલગ-અલગ રસાયણ રહિત જ્યૂસ અને શેક જાતે જ બનાવીને વેચે છે અને 30 પરિવારોને રોજગારી પૂરી પાડે છે.
ગુજરાતના મોરબીના સામાન્ય ખેડૂત મગન કામારિયા કુંટુંબના ભરણપોષણ માટે સતત સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યાં અચાનક જંબો જામફળે તેમનું નસીબ બદલ્યું. એક જામફળનું વજન લગભગ 1.5 કિલો હોવાથી એકજ વર્ષમાં તેમની કમાણી લગભગ 20 લાખ રૂપિયા થઈ ગઈ.