રિટાયર્ડમેન્ટમાં પિતાનો સમય કોઈ સારા કામમાં પસાર થાય એ હેતુથી મૂળ ટેક્સટાઇલ બિઝનેસમેન મેહુલભાઈએ ભાવનગરની પોતાની જમીન પર ડેરી ફાર્મ શરૂ કર્યું. આજે અહીં શુદ્ધ-સાત્વિક ઉત્પાદનો બનાવવાની સાથે-સાથે આખા ગામને પીવાલાયક પાણી પણ પૂરું પાડે છે.
કંપનીના કામથી દેશ-વિદેશમાં ફરતાં ખેતીમાં થતા રસાયણોના ઉપયોગ વિશે જાણી, ભાવનગર પાસે વેરાન જમીનમાં બનાવ્યું વશિષ્ઠ ફાર્મ. અહીં છે 1500 આંબાની સાથે કાળી હળદર, અનાજ, શાકભાજી, ફળો, બધુ જ ઑર્ગેનિક. દર વર્ષે વિદેશી પ્રવાસીઓ અહીં આવીને રહે છે દિવસો સુધી.
પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે લોકોને એક બોટલના 10 રૂપિયા આપી ભેગી કરી 31,000 કરતામ વધુ નકામી બોટલો. જેમાં ભરવામાં આવી પ્લાસ્ટિકની ઝભલા કોથળીઓ અને તૈયાર કરવામામ આવ્યા મજબૂત ઈકો બ્રિક્સ. આ બ્રિક્સમાંથી બનાવ્યો ઈકો બ્રિક્સ પાર્ક, જેમાંથી પ્રેરણા લેવી જોઈએ સૌએ.