/gujarati-betterindia/media/post_attachments/2021/12/Ashvinbhai-Mathukiya-organic-farmer-1.jpg)
Organic Farming In Gujarat
પ્રગતિને ભણતર સાથે કોઈ લેવાદેવા નથી, જો ખુદ પર આત્મવિશ્વાસ અને દિલમાં સાહસ હોય તો વ્યક્તિ કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. આવું જ એક જીવતુજાગતુ ઉદાહરણ છે રાજકોટ જિલ્લાના થાણાગાલોળ ગામના અશ્વિન માથુકિયા. જેઓ પોતાની કોઠાસુઝથી આજે ખેતીમાં વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ અશ્વિનભાઈ માથુકિયા આજે 20 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 15 થી 20 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે, એટલે કે એક વીઘા દીઠ 80 હજાર જેટલી કમાણી થાય. તેઓ પોતાના ખેતરમાં હળદર, મગફળી, સરગવાની પ્રાકૃતિક ખેતી કરે છે. જોકે, તેમની પાસે કુલ 35 વીઘા જમીન છે. તેમનું કહેવુ છે કે, પ્રાકૃતિક ખેતી કર્યા પછી પહેલાની સરખામણીમાં આવક પણ ઘણી સારી મળે છે કામ કરવાની મજા આવે છે. જણાવી દઈએ કે, અશ્વિનભાઈ હળદરને ઓર્ગેનિક રીતે ઉગાડી ગ્રાહકોને નઝીવા ભાવે વહેંચે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Ashvinbhai-Mathukiya-organic-farmer-2-1024x580.jpg)
કેટલા વર્ષથી જોડાયા ઑર્ગેનિક ખેતીમાં
અશ્વિનભાઈ છેલ્લા 5 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને તેમને કમાણી પણ સારી થઈ રહી છે. સારી કમાણી પણ કરી રહ્યા છે. જેમાં તેઓ હળદર, મગફળી, સરગવાની પ્રાકૃતિક ખેતી કરે તેઓ વધારે પડતું હળદરનું ઉત્પાદન કરે છે અને તેનું જાતે જ પ્રોસિંગ કરી હળદર પાવડરનું વેચાણ પણ જાતે જ કરે છે.
વિચાર કેવી રીતે આવ્યો?
અશ્વિનભાઈ પહેલા પોતાના ગામમાં એક એગ્રો સેન્ટર ચલાવતા અને હજુ પણ ચલાવે છે જેથી તેમને દરરોજ ઘણા ખેડૂતો સાથે મળવાનું થતું અને તેમની ખેતીની સમસ્યા સાંભળવા મળતી. ત્યારે તેઓ પણ મનમાં વિચારતા કે ખેડૂતોને પણ હવે અપગ્રેડ થવાની જરૂરિયાત છે. અશ્વિનભાઈ દ બેટર ઈન્ડિયાને જણાવ્યું, "વર્ષ 2016-2017માં ખાંભાગીર ગામમાં એક ખેડૂત ગાય આધારિત ખેતી કરતા હતા તેમને મળવા માટે અમે લોકો ગૃપમાં ગયા. આ ખેડૂત પાસે તેમણે જીવામૃત પ્લાન, પ્રાકૃતિક ખેતીની વિવિધ રીત વિશે જાણ્યુ અને જોયું. જોકે, તે સમયે 'ગાય આધારિત ખેતી' શબ્દ નવો હતો અને કલ્પના બહારની વાત હતી કે, રાસાયણિક ખાતર અને દવા વગર પણ ખેતીમાં સારી રીતે પાક લઈ શકાય છે. અત્યારે તો આ વસ્તુ સામાન્ય બની ગઈ છે અને આજે તો ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે અમે તે ખેડૂતને કહ્યુ કે, અમારે પણ આ ખેતી શીખવી છે ત્યારે તે ખેડૂતે કહ્યું કે, જો તમારે શીખવુ છે તો એક વખત સુભાષ પાલેકરની શિબિરમાં જોડાવ કારણ કે, ત્યાં તમને ઘણુ શીખવા મળશે. ઉલ્લેખનીય છે કે, તમારે જો કોઈ વસ્તુ કે વિષયમાં માસ્ટરી મેળવવી છે તો તેનું તમને જળમૂળથી જ્ઞાન હોવુ જોઈએ. તેવું જ ખેતીમાં પણ છે. બાદમાં અમે જામકંડોળા ગામમાં 30 થી 40 લોકો સુભાષ પાલેકરની શિબિરમાં ગયા અને ત્યાં ઘણુ જાણવા મળ્યું."
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Ashvinbhai-Mathukiya-organic-farmer-3-1024x580.jpg)
કેવી રીતે બનાવે છે હળદર?
કેવી રીતે બનાવે છે હળદર?
ખેતરમાંથી હળદર કાઢ્યા બાદ તેને પાણીથી સાફ કરી નાના-નાના ટુકડા કરી તેને સોલાર ડ્રાયરમાં સૂકવ્યા બાદ તેને દળી નાખી હળદર બનાવવામાં આવે છે. (આપણે બજારમાં મળે તે બોઈલિંગ કરેલી મળે છે.) પ્રથમ વર્ષે 100 કિલો વેંચાઈ ગઈ તો બીજા વર્ષે પણ આ કામ કર્યુ. બાદમાં વીડિયો વાયરલ થયો અને 1400 થી વધારે લોકોએ શેર કર્યો હતો. જેમાં સુરતની કિરણ હોસ્પીટલના મથુરભાઈ સવાણીએ પણ મારો વીડિયો પણ શેર કર્યો હતો. 9 લાખ 85 બજાર લોકોએ આ વીડિયો જોયો. બાદમાં ઘણા ઓર્ડર મળ્યા ઓર્ગેનિક ખેતીના ગૃપમાં જે લોકો હળદરની ઓર્ગેનિક રીતે ખેતી કરતા હતા તેમની પાસેથી ખરીદી હતી. બાદમાં ફોન ઉપર લોકોએ ઓર્ડર કર્યા અને આ આંકડો 1800 કિલોએ પહોંચ્યો હતો. ગુજરાતના દરેક ખૂણેથી મળ્યા. અશ્વિનભાઈ લીલી હળદરની ચીપ્સ કરી તેને સોલર ડ્રાયરમાં સૂકવ્યા બાદ તેને દળાવી પાવડર બનાવી સારી રીતે પેક કરી સીધી ગ્રાહકોને આપે છે. તેથી ગ્રાહકોને પણ તેમની આ હળદર ખૂબ જ પસંદ આવે છે. જેથી ગુજરાતના દરેક ખૂણે તેમના ગ્રાહકો પથરાયેલા છે. ઉલ્લેખનિય કે, અશ્વિનભાઈ સાથે તેમના ગામમાં 5 ખેડૂતો છે જે આ પ્રકારની ખેતી કરે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Ashvinbhai-Mathukiya-organic-farmer-4-1024x580.jpg)
મશીન પણ જાતે બનાવ્યું...
આ સ્માર્ટ ખેડૂતે હળદર સૂકવવાનુ ડ્રાયર પણ જાતે જ ડિઝાઈન કરી લુહાર પાસે બનાવ્યુ છે. જેથી માત્ર 70 હજાર રૂપિયાના નઝીવા ખર્ચે આ મશીન તૈયાર થઈ ગયુ. જેની બજારમાં 1 લાખ ઉપરની કિંમત છે. આ મશીનની અંદર ખૂબ જ ઝડપથી હળદર સૂકાઈ જાય છે. અશ્વિનભાઈ જણાવે છે કે, ગત વર્ષે મેં 4 હજાર કિલો હળદરનું વેંચાણ કર્યુ છે. હળદરનો 1 કિલોનો ભાવ માત્ર 250 રૂપિયા છે.
અશ્વિનભાઈને હળદર અને બીજી પ્રોડક્ડ વિશે જેટલી પણ માહિતી છે તેઓ તેમના વ્યુવર સુધી વીડિયો થકી પણ પહોંચાડે છે. તેઓ પોતાના એકદમ રીયલ વીડિયો દ્વારા બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપે છે. જેથી આજે અશ્વીનભાઈના ગૃપમાં ઘણા ખેડૂત હળદર અને બીજી વસ્તુનું ઓર્ગેનિક રીતે ઉત્પાદન કરે છે. એક સારી વાત એ છે કે, અશ્વિનભાઈને ફોન પર કે ફેસબુક પરથી તમે વસ્તુનો ઓર્ડર કરી શકો છે અને પેમેન્ટ માટે પણ કંઈ રકઝક કરતા નથી. અમુક લોકો તો તેમને પાર્સલ મળ્યાના 2-3 દિવસ બાદ પણ પૈસા આપે છે. બધા ઓનલાઈન પેમેન્ટ જ કરે છે. ઉલ્લેખનિય કે, કોઈપણ ગ્રાહક પાસેથી કુરીયરનો ખર્ચ લેતા નથી. અશ્વીનભાઈ કહે છે કે, ભગવાનની કૃપાથી બધો માલ પણ વેંચાઈ જાય છે.
જોકે, પ્રથમ વર્ષે તેમને આ ક્ષેત્રમાં સરખી ખબર ન હોવાથી ખૂબ જ ઓછો નફો મળ્યો હતો. સાથે જ પ્રથમ વર્ષે તો તેમણે ચિલી કટરથી કટિંગ કરી તેને સૂકવી હળદર તૈયાર કરી હતી. જેમા તેમણે મહામહેનતે 100 થી 120 કિલો હળદર તૈયાર કરી હતી. બાદમાં અશ્વિનભાઈ પાસે માર્કેટિંગનું પણ સારુ નોલેજ હોવાથી તેમણે હળદરના ભાવ વધારવાને બદલે મજૂર ખર્ચ કેવી રીતે ઓછો થાય તે વિચાર્યુ અને તેના માટે વિવિધ મશીનરી પણ વસાવી છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Ashvinbhai-Mathukiya-organic-farmer-5-1024x580.jpg)
આગળ શું પ્લાન છે?
હળદરમાં સફળતા મેળવ્યા બાદ હવે અશ્વિનભાઈ મગફળી પર ધ્યાન આપવા માગે છે. જેમાં તેઓ મગફળીનું ઓર્ગેનિક તેલ બનાવશે.
રોગ-જીવાત આવે તો શું કરો
જોકે, પ્રાકૃતિક ખેતીમા રોગ-જીવાત વગેરે ખૂબ જ ઓછી આવે છે, પણ જો આવે તો પણ જીવામૃત, ગૌમૃત, પ્રાકૃતિક ખાતર થકી જ તેનો ઉપાય કરવાામં આવે છે. જીવામૃત બનાવવા માટે અશ્વીનભાઈએ એક સરસ પ્લાન્ટ પણ તૈયાર કર્યો છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Ashvinbhai-Mathukiya-organic-farmer-6-1024x580.jpg)
બીજી કંઈ-કંઈ વસ્તુ બનાવો છો?
ઉલ્લેખનિય કે, અશ્વિનભાઈ સરગવાનો પાવડર, કાચા કેળાનો પાવડર, લીલી હળદર, હળદર પાવડર, દેશી ગોળ, દેશી જીરુ, અને પગ-હાથના દુઃખાવા અને કેન્સરના દર્દી માટે માતૃ ગાંઠ હળદર પાવડરની એક ટેબલેટ તૈયાર કરી છે. આ ટેબલેટ બનાવવા માટે હળદરની મધરગાંઠને અલગ કરી પાણીથી સાફ કરવામાં આવે છે અને બાદમાં તેને ખાંડી પાવડર બનાવી તેની નાની-નાની ગોળી બનાવવામાં આવે છે. એક ડબ્બામાં 120 ગોળી આવે છે. એક ડબ્બાનો ભાવ પણ 120 રૂપિયા છે એટલે ગ્રાહકને એક ગોળી 1 રૂપિયામાં પડે છે. આ એક મહિનામાં પૂર્ણ કરવાની હોય છે. આ ટેબલેટનું સેવન કરવાથી હાથ-પગ, સાંધાના દુઃખાવા અને કેન્સર જેવી મોટી બીમારીમાં પણ રાહત મળે છે.
આવકમાં શું ફરક જોવા મળ્યો?
પહેલા ખેતીમાં આવક ખૂબ જ ઓછી થતી હતી અને પણ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા બાદ વર્ષે ખર્ચ કાઢ્યા બાદ 1 વીઘે 50 થી 1 લાખ રૂપિયા સુધીની ચોખ્ખી આવક મળે છે. પહેલાની સરખામણીમાં ખેતીમાં ખર્ચ પણ ખૂબ જ ઓછો થાય છે પણ મહેનત ખૂબ જ કરવી પડે છે કારણ કે, લોકોને આપણે એકદમ ચોખ્ખી વસ્તુ આપવી છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Ashvinbhai-Mathukiya-organic-farmer-7-1024x580.jpg)
લોકોનો અભિપ્રાય કેવો છે?
અશ્વિનભાઈની દરેક પ્રોડક્ટ લોકોને પણ ખૂબ જ ગમે છે અને ગુજરાતના ખૂણે-ખૂણેથી હળદર માટે ઓર્ડર કરે છે અને રિવ્યુ પણ સારા મળે છે. તમે પણ અશ્વીનભાઈની દરેક પ્રોડક્ટના વીડિયો અને ફોટો જોવા માટે તમે ફેસબુક આઈડી, ફેસબુક પેજ Bhumiputra farm અને યુટ્યુબ ચેનલ Ashvin Mathukiya Bhumiputr farm પર વીઝિટ કરી શકો છો અને હળદર કે અન્ય વસ્તુનો ઓર્ડર કરવા માટે 9825595901 પર કોલ કરી શકો છો અને ઓર્ગેનિક ખેતી વિશે માહિતી મેળવવા માટે પણ કોલ કરી શકો છો. સાથે જ તેમના ફાર્મની વિવિધ પ્રોડક્ટ અને તેમના ભાવ જાણવા માટે લિંક પર ક્લિક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:‘આદર્શ ઘર’નો અવૉર્ડ મળ્યો છે અમરેલીના આ ઈકો ફ્રેન્ડલી ઘરને, વિજળી, પાણી, શાક-ફળ બધુ જ મફત
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.