રાજકોટના ચિરાગ શેલડીયાએ બેન્ક મેનેજરની વ્હાઈટ કૉલર નોકરી છોડી ઑર્ગેનિક ખેતી શરૂ કરી. આજે 10 લોકોને રોજી આપવાની સાથે કમાય છે અઢળક નફો. દેશ-વિદેશમાં જાય છે ઉત્પાદનો.
માત્ર 25 હજાર મહિનાની નોકરી અને રોજિંદા અપ-ડાઉનથી કંટાળી નવસારીના યુવાને શરૂ કર્યું પશુપાલન સાથે જૈવિક ખેતી. આજે ચાર લોકોને રોજગારી આપવાની સાથે પોતે કમાય છે મહિને દોઢ લાખ.
માત્ર 10 પાસ ખેડૂત અશ્વિનભાઈ સંપૂર્ણપણે જૈવિક ખેતી કરે છે અને હળદરનું ઉત્પાદન કરે છે. હળદર સૂકવવવા સોલર ડ્રાયર પણ જાતે જ બનાવ્યું અને ગુજરાતના ખૂણે-ખૂણે સુધી નજીવા ભાવમાં લોકો સુધી પહોંચાડે છે શુદ્ધ ઑર્ગેનિક હળદર અને અન્ય ઉત્પાદનો.
પર્યાવરણના જતન માટે તેમજ ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે જૈવિક ખેતી શીખે તે સિદ્ધ કરવા બનાવ્યું તથાસ્તુઃ ઉપવન, કૃષિ વૈજ્ઞાનિકને સાથે રાખી શરુ કરી ઉમદા પહેલ. બધાં જ ઝાડને પાણી પાવા માટે અપનાવી માટલા પદ્ધતિ, જેથી થાય છે પાણીનો પણ બચાવ.
સતત રાસાયણિક ખાતરોના કારણે જમીનને કડક થતી જોઈ સૌરાષ્ટ્રની આ મહિલા ખેડૂત યૂટ્યૂબ પર વિડીયો જોઈ ઑગેનિક ખેતી તરફ ફરી. પોતાની ગાયોના છાણ-મૂત્રમાંથી જાતે જ જીવામૃત બનાવી કરે છે ખેતી. આવક વધતાં જ આસપાસના ખેડૂતો માટે પણ બની આદર્શ.
રસાયણોથી બચવા અને ખેતીમાં થતા પૈસાના પૈસાના ધૂમાડાને અટકાવવા આજે ઘણા ખેડૂતો ગાય આધારિત અને અન્ય જૈવિક ખેતી તરફ વળ્યા છે અને ઘણાં સારાં પરિણામ પણ મેળવે છે. તો આજના જાગૃત ખેડૂતો તેમના ઉત્પાદનું પ્રોસેસિંગ કરી જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડે છે, જેથી પૂરતા ભાવ મળવાના કારણે કમાણી પણ ઘણી વધી છે.