કૂંડામાં જ ઘરે આ રીતે ઉગાડી શકો છો હળદર, બજાર કરતા મળશે ઉત્તમ ક્વોલિટી
હળદર એક એવી ઉપયોગી વસ્તુ છે. જેના વગર રસોડું અધૂરું જ માનવામાં આવે છે. અનેક લોકો એવા પણ છે. જે પોતાના ગાર્ડન અથવા તો કૂંડામાં હળદર ઉગાડે છે. આજે અમે તમને એક એવી જ મહિલા સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યાં છીએ જે પોતાના ટેરેસ ગાર્ડનમાં લીલા શાકભાજીથી લઈને હળદર પણ ઉગાડે છે.
બેંગલુરુની રહેવાસી પ્રતિમા અદીગા આશરે ચાર વર્ષથી પોતાની અગાશી પર ગાર્ડનિંગ કરી રહ્યાં છે. તે પોતાના ટેરેસ ગાર્ડનમાં ઘરની જરુરિયાતના દરેક શાકભાજી, ફળ અને ફૂલ ઉગાડે છે. તેમના રસોડામાં ઉપયોગમાં લેવાતા લગભગ દરેક શાકભાજી તેમના ગાર્ડનમાં જ થાય છે. તેઓ બહારથી માત્ર બટેટાં અને ડુંગળી જ ખરીદે છે.
તેમના ગાર્ડનની સૌથી ખાસ વાત એ છે કે તેઓ કૂંડામાં જ હળદર પણ ઉગાડે છે. પ્રતિમાએ કહ્યું કે,’હળદર ઉગાડવી ખૂબ મુશ્કેલ નથી. બસ તમારે થોડું ધ્યાન રાખવાનું હોય છે અને યોગ્ય પ્રક્રિયાને અનુસરવાનું રહે છે.’
ધ બેટર ઈન્ડિયાના માધ્યમથી આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે કેવી રીતે તમે ઘરેથી જ કૂંડામાંથી હળદર ઉગાડી શકો છો.
પ્રતિમાએ કહ્યું કે, ‘હળદર ઉગાડવા માટે કાચી હળદરના ગાંઠા એટલે કે રાઈઝોમ જોઈએ. એવા ગાંઠા જેમાંથી થોડા રેસા નીકળ્યા હોય. ‘શિયાળામાં તમને સરળતાથી કાચી હળદર મળી જાય છે. જાન્યુઆરીમાં સંક્રાતિ પર તેમજ પોંગલ આસપાસ આવા ગાંઠા એકઠા કરવાનો યોગ્ય સમય હોય છે.’ તેમના જણાવ્યાનુસાર, હળદર લગાવવાનો યોગ્ય સમય માર્ચ અને એપ્રિલ હોય છે.
હળદર ઉગાડવા શું-શું જોઈએ?
હળદર ઉગાડવા માટે ગાંઠ/બી, પોટિંગ મિક્સ, 18X18 ઈંચના ગ્રો બેગ અથવા 20 લીટરની બાલટી અથવા તો 1 ફૂટ ઉંડા કેરેટ.
કેવી રીતે ઉગાડવી હળદર?
સૌથી પહેલા આપણે પોટિંગ મિક્સ તૈયાર કરવું પડશે. જેમાં માટી, કોકોપીટ, છાણનું ખાતર અને વર્મીકમ્પોસ્ટ પણ બરાબર મિશ્રણ નાખવું જોઈશે.
-સૌથી પહેલા ગ્રો બેગ અથવા તો કૂંડામાં પોટિંગ મિક્સ નાખીને તૈયાર કરો.
-રાઈઝોમને વાવતા પહેલા થોડા દિવસ છાંયાંમાં સૂકવી નાખો.
-પછી રાઈઝોમને માટીમાં વાવો અને એવા રાઈઝોમ જેમાંથી રેસા નીકળા હોય.
-એક ગ્રો બેગમાં 3 રાઈઝોમ લગાવી શકો છો.
-જે પછી તેની ઉપર માટી ઢાંકીને રાખી દો.
-હવે સ્પ્રિંકલરથી પાણી આપો અને ધ્યાન રાખો કે પાણી માત્ર જરુરિયાતને હિસાબે જ હોવું જોઈએ.
તમે એવું ધ્યાન રાખજો કે હળદર માત્ર એક જ જડ પાક છે. જેથી વધારે પાણી આપવાથી તે સડી શકે છે. જેથી જે પણ કૂંડું અથવા ગ્રો બેગનો તમે ઉપયોગ કરો છો. તેની ડ્રેનેજ સિસ્ટમ સારી હોવી જોઈએ.
-હળદરની ગાંઠ આશરે 30થી 40 દિવસમાં સ્પ્રાઉટ થવા લાગે છે.
-જો એપ્રિલમાં તમે હળદર લગાવો છો તો તે મે અથવા જુનમાં સ્પ્રાઉટ થવા લાગે છે.
-ધ્યાન રહે કે હળદરના છોડને સારા પ્રમાણમાં તડકો જોઈએ છે. જેથી છત અથવા બાલકની, જ્યાં પણ તમે છોડ લગાવો ધ્યાન રાખો કે 5-6 કલાક તડકો આવે.
પ્રતિમાએ આગળ જણાવ્યું હતું કે, ‘એકવાર સ્પ્રાઉટિંગ પછી જો કોઈ ઈચ્છે તો છોડને ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે.’
-આશરે 3-4 મહિના પછી જ્યારે છોડમાં ફૂલ આવવા લાગે તો તેનો મતલબ છે કે હળદરની નીપજ સારા એવા પ્રમાણમાં થાય છે.
-આ સાથે જ છોડને પોષણ પણ મળવું જરુરી છે. જેથી 10 દિવસમાં હળદરના છોડને કોઈપણ લિક્વિડનું પોષણ જરુર આપો.
-પોષણ માટે તમારે શાકભાજી અને ફળની છાલનો પણ ઉપયોગ કરી શકો છો. જેમ કે ડુંગળીની છાલ અથવા તો કેળાની છાલથી તમે પોષણ બનાવી શકો છો.
“પોષણ બનાવવું ખૂબ જ સરળ છે. જેમ કે ડુંગળીની છાલને 4-5 દિવસ માટે પાણીમાં પલાળીને રાખો. અથવા તો કેળાની છાલને તમે ગોળ સાથે ભેળવીને પાણીમાં રાખી શકો છો. થોડા દિવસો પછી તમે ગાળીને પાણીને છોડવાઓમાં નાખી શકો છો.”
પ્રતિમાએ આગળ જણાવ્યું હતું કે, હળદર 9 મહિનામાં ઉગીને તૈયાર થાય છે. માર્ચ-એપ્રિલમાં લગાવેલો પાક તમે જાન્યુઆરીમાં લણી શકો છો. જેમ કે છોડના દરેક પાન એકદમ સુકાઈ જાય તો તેનો મતલબ છે કે હવે તમે હળદર લઈ શકો છો. આ સાથે જ એક ખાસ વાત એ પણ છે કે, હળદર લણતાં પહેલા 15 દિવસ અગાઉ તમારે છોડવાઓને પાણી આપવાનું પણ બંધ કરી દેવું જોઈએ. જેથી માટી ભીની નહીં થાય અને હળદર નીકાળવામાં પણ સરળતા રહેશે.
“હળદરની લળણી કરી લીધા પછી તેને ઓછામાં ઓછા 3 વાર ધોવું જોઈએ. જેથી તે સારી રીતે સાફ થઈ જાય. જે પછી તમે છાંયાંમાં સુકવી શકો છો અને પછી તેને ઉકાળી લો અથવા તો સ્ટીમ કરી લો. પછી તેને કાપી લો અને તડકામાં સૂકવી નાખો.”
પ્રતિમાએ આગળ જણાવ્યું કે,’એક ગ્રો બેગમાંથી તમને ઓછામાં ઓછું 2 કિલો હળદર મળશે. જોકે, હળદરને સૂકવ્યા પછી તમે જ્યારે તેને પાઉડર તરીકે બનાવો છો તો ઓછું થઈ જાય છે. કારણકે તેમાં જે પણ પાણીનું તત્વ હોય છે તે સૂકાઈ જાય છે.’
3 કિલો સૂકી હળદરમાંથી તમને 750 ગ્રામ પાઉડર મળે છે. મેં મારે ત્યાં 23 કિલો હળદર અત્યાર સુધીમાં ઉતારી છે. પોતાના ગાર્ડનની એકદમ શુદ્ધ અને જૈવિક હળદરમાં જે પોષણ મળે છે. તે તમને બહાર બજારમાં ક્યાંય નહીં મળે. હળદરની અનેક જાત બજારમાં મળે છે. સામાન્ય હળદરથી લઈને ઔષધિ હળદર સુધીની જાતમાં તમે આ રીતે જ હળદર ઉગાડી શકો છો. તો પછી તમે રાહ શેની જોઈ રહ્યાં છો તમે પણ ટ્રાય કરો અને જલદી આ રીતે હળદર ઉગાડો.
મૂળ લેખ: Nisha Dagar (https://hindi.thebetterindia.com/53111/how-to-grow-organic-turmeric-at-home-easy-steps-tips-bengaluru-prathima-india/)
આ પણ વાંચો: How to Grow Capsicum: છત પર જ કેવી રીતે ઊગાડશો શિમલા મિર્ચ
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167