Powered by

Home ગાર્ડનગીરી બેકાર પ્લાસ્ટિકની બોટલોમાં ઉગાડો મૂળા-ગાજર, જાણો આખી પ્રક્રિયા

બેકાર પ્લાસ્ટિકની બોટલોમાં ઉગાડો મૂળા-ગાજર, જાણો આખી પ્રક્રિયા

પ્લાસ્ટિકની બોટલમાં મૂળા-ગાજર ઉગાડવા માટે તમારે કોઈ મોટી જગ્યા કે વધારે માટીની જરૂર નથી

By Nisha Jansari
New Update
organic vegetables

organic vegetables

થોડા દિવસો પહેલા, ફેસબુક બ્રાઉઝ કરતી હતી તો એક ગાર્ડનિંગ ગ્રુપમાં બહુજ અનોખી પોસ્ટ જોઈ, આ પોસ્ટ દિલ્હીમાં રહેતી ઇન્દ્રજીત કોરે શેર કરી હતી. કોરે તેના ઘરમાં ઉગાડેલાં મૂળાનાં ફોટા શેર કર્યા હતા. મૂળા એકદમ તાજા અને સારા દેખાતા હતા. રસપ્રદ વાત એ છે કે, તેઓએ મૂળા તેમના ઘરમાં બેકાર પડેલી બોટલોમાં ઉગાડ્યા હતા.

જી હા, મૂળાને ઉગાડવા માટે મોટી જગ્યાની જરૂર હોતી નથી. તમારે ફક્ત તે જ જોઈએ જે ઉંડુ હોય અને તેમાં સારી ડ્રેનેજ સિસ્ટમ હોય. બાકી મૂળા ઉગાડવામાં ખૂબ જ સરળ છે. તમારે તેમને ટ્રાન્સપ્લાન્ટ કરવાની પણ જરૂર નથી. તે જ રીતે તમે ગાજર પણ ઉગાવી શકો છો.

તો આજે અમે તમને પ્લાસ્ટિકની બોટલોમાં મૂળો અને ગાજર કેવી રીતે ઉગાડવા તે વિશે જણાવી રહ્યા છીએ!

તમારે શું જોઈએ:

મૂળાના બીજ, પ્લાસ્ટિકની બોટલો, કાતર અથવા છરી, પોટીંગ મિક્સ અને દિવસ દરમિયાન સારી એવો સૂર્યપ્રકાશ હોય તેવી કોઈ પણ જગ્યા.

કેવી રીતે પ્લાન્ટર તૈયાર કરવા માટે:

સૌ પ્રથમ, કાતર અથવા છરીની મદદથી ટોપ પરથી બોટલ કાપો.

grow vegetables in bottle
Cut the plastic bottle and make holes (Source)
  • હવે બોટલની નીચેની બાજુ કાણા પાડો.
  • 4-5 છિદ્રો એવી રીતે બનાવો કે તેમાંથી વધારાનું પાણી નીકળી.

તેવી જ રીતે તમારી ઇચ્છા પ્રમાણે બોટલ તૈયાર કરો.

પોટીંગ મિક્સ:

પોટીંગ મિક્સ તૈયાર કરવા માટે જમીનમાં રેતી, છાણનું ખાતર અને વર્મીકંપોસ્ટ ઉમેરી શકો છે.

કેવી રીતે લગાવી શકો છો:

Grow Radish in Bottle
Radish Seeds
  • પહેલા બાટલામાં પોટીંગ મિક્સ ભરો.
  • જો તમે ઈચ્છો તો, બીજને વાવતા પહેલાં એક રાત પહેલા પલાળી પણ શકો છો.
  • આ પછી, તમે બોટલમાં એક કે બે બીજ રોપી શકો છો.
  • ઉપરથી થોડીક માટીથી ઢાંકી દો.
  • સ્પ્રિંકલ કરીને પાણી આપો.

પ્રથમ એક કે બે દિવસ, બોટલને એવી જગ્યાએ રાખો કે જ્યાં સૂર્યપ્રકાશ સીધો ન આવે.

Grow radish in bottle
Radish in Bottle
  • એક કે બે દિવસ પછી, તેમને તડકો આવતો હોય એવી જગ્યાએ રાખો.
  • નિયમિત પાણી આપવું.
  • છોડ લગભગ એક થી બે અઠવાડિયામાં વધવા લાગે છે.
  • છોડને એક મહિના થયા પછી તમે પ્રવાહી ખાતર આપી શકો છો.
  • તમારી મૂળા બે-અઢી મહિનામાં તૈયાર થઈ જશે.

તેવી જ રીતે, તમે ગાજરનાં બીજ પણ વાવી કરી શકો છો.

વિડીયો જુઓ:

મૂળા-ગાજર ઉગાડવાનો આ એક સારો રસ્તો છે, જેનાથી તમારા શાકભાજી ઉગી જશે અને ઘરમાં પડેલી નકામી પ્લાસ્ટિકની બોટલો ઉપયોગમાં આવી જશે. તો તમે રાહ કોની જોઇ રહ્યા છો, આજથી શરૂઆત કરો.

Cover Photo: Inderjeet Kaur

મૂળ લેખ: નિશા ડાંગર

આ પણ વાંચો:આ ટીચરના ધાબામાં તમને જોવા મળશે 23 વર્ષ જૂના વડ, પીપળા સહિત 200+ છોડ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.