Powered by

Latest Stories

Homeઅનમોલ ભારતીયો

અનમોલ ભારતીયો

To serve People, help people is a main nature of our India. There are many people who are working to help poor, uneducated and people who are not capable to raise. We can see real humanity in them.

દૈનિક ક્રિયાઓ માટે પણ પરિવાર પર નિર્ભર મહુવાના દિવ્યેશભાઈ પતરાળી બનાવી આર્થિક રીતે બન્યા આત્મનિર્ભર

By Nisha Jansari

પિતાના અવસાન બાદ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા દિવ્યેશભાઈ રોજની 150 પતરાળી બનાવે છે. પ્લાસ્ટિકની પ્લેટ્સ આવ્યા બાદ એક તરફ પતરાળી ભૂલાઈ રહી છે, પરંતુ પર્યાવરણના બચાવ અને આપણા નાના કારીગરોને રોજગારી મળે એ માટે તેનો ઉપયોગ ફરીથી કરવો ખૂબજ જરૂરી છે.

ઉપલેટાના આ દંપતિના ઘરે ભૂખ્યા માટે 24 કલાક ફ્રી રસોડુ, સરકારી નોકરી છોડી વર્ષોથી કરે છે સેવા

By Vivek

છેલ્લાં 35 વર્ષથી ઉપલેટાનું આ દંપતિ સેવાકાર્યો કરી રહ્યું છે. વાત ભૂખ્યાને ભોજન પહોંચવાની હોય કે દર્દીને દવા, આ દંપતિ હંમેશાં તૈયાર રહે છે. જિગ્નેશભાઈએ સેવા માટે જ સરકારી નોકરી છોડી અને દંપતિએ પોતાનું બાળક પણ નથી કર્યું.

રાજકોટમાં ઊભી કરી 'ખેડૂત-હાટ', ખેડૂતોને પૂરતા ભાવ મળે છે તો ગ્રાહકોને સંતોષકારક ઉત્પાદનો

By Nisha Jansari

રાજકોટના આ રિટાયર્ડ ફોરેસ્ટ ઑફિસર દર અઠવાડિયે ભરે છે ખેડૂત હાટ, જેમાં ખેડૂતોને મફતમાં પૂરી પાડે જગ્યા અને માર્કેટિંગ. એકજ દિવસમાં ખેડૂતો અહીં વેચે છે લગભગ 4 લાખનાં ઉત્પાદનો. સાથે-સાથે પર્યાવરણ માટે તેમનાં કાર્યો છે ખરેખર પ્રેરણાત્મક.

ગુટખા ખાવાનું છોડી એ રૂપિયા ભેગાં કર્યા અને તેમાંથી 7 વર્ષમાં વાવ્યા 1 હજાર ઝાડ

By Vivek

''એક દિવસ વાટિકામાં આગ લાગી અને 200 ઝાડ સળગી ગયાં હતાં. તે દિવસે હું મારી માતાના મૃત્યુ સમયે પણ નહોતો રડ્યો એટલું રડ્યો. મારા બાળકોએ મને રડતો જોઈ કહ્યું કે, પપ્પા તમે એરટેલ ડિશ હટાવી ફ્રીવાળી ડિશ લગાવી દો અને તે રૂપિયાથી ઝાડની સુરક્ષા માટે લોખંડની જાળી લઈ આવો.''

વીજળી-પાણી મફત અને ખાવાનું બને છે સોલાર કુકરમાં, ભરૂચના આ પરિવાર પાસેથી શીખો બચતની ટ્રિક્સ

By Mansi Patel

ભરૂચનાં આ પરિવાર પાસેથી શીખો બચત કરવાની સાથે-સાથે હેલ્ધી લાઈફ જીવવાનો મંત્ર. 29 વર્ષીય અંજલી અને તેનો પરિવાર જીવે છે સસ્ટેનેબલ રીતે આધુનિક જીવન.

છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ પાણી પીવે છે રાજકોટની આ શિક્ષિકા

By Nisha Jansari

રાજકોટની આ શિક્ષિકાએ દાદીમાની યાદમાં લીધો છે આ અદભુત સંકલ્પ. છેલ્લા ચાર વર્ષથી રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ સૂર્યને પાણી ધરાવી પીવે છે. આ ચોમાસામાં વાવવા માટે તેમણે 10 હજાર રોપા તૈયાર પણ કરી દીધા છે.

હર્યા-ભર્યા આંબા પર બનાવ્યું 3 માળનું અદભુત ઘર, દૂર-દૂરથી લોકો આવે છે જોવા

By Kaushik Rathod

IIT એન્જિનિયરે 40 ફૂટ ઊંચા હર્યા-ભર્યા આંબા પર એક પણ ડાળી કાપ્યા વગર બનાવ્યું રસોડું, ડ્રોઈંગરૂમ, બેડરૂમ, લાઈબ્રેરી સહિતનું ત્રણ માળનું ઘર. દર ઉનાળામાં આવે છે ભરપૂર કેરીઓ. દૂર-દૂરથી લોકો આવે છે જોવા. ઘરને મળ્યું છે લિમ્કા બુકમાં પણ સ્થાન.

અમદાવાદની અનોખી સાડી લાઈબ્રેરી, 3000 થી 23 હજાર સુધીની સાડીઓનો નિશુલ્ક, 800+ મહિલાઓએ લીધો લાભ

By Vivek

અમદાવાદમાં બનાવવામાં આવી છે અનોખી સાડી લાઈબ્રેરી. જ્યાં ગુજરાત અને અમેરિકાની શ્રીમંત મહિલાઓ પ્રસંગોમાં એકાદવાર પહેરેલી સાડીઓ દાનમાં આપેછે. અને અહીંથી દરેક જરૂરિયાતમંદ મહિલા મફતમાં પ્રસંગમાં પહેરવા માટે સાડી લઈ જઈ શકે છે.

એક સમયે માત્ર 750 રૂ. મહિનાની નોકરી કરતા ગુજરાતી યુવાને પહેલા ટ્રાયલમાં પાસ કરી GPSC

By Vivek

એક સમયે માત્ર 750 રૂ. મહિનાની નોકરી કરતા ગુજરાતી યુવાને પહેલા ટ્રાયલમાં પાસ કરી GPSC. તેમના માતા અને ભાઈ ખેતમજૂરી કરતા, એટલે તેમના માટે તો મુસ્તાકનો આટલો નાનો પગાર પણ સારો ગણાતો. માત્ર દોઢ ટકાથી પીટીસીમાં એડમિશન ન મળ્યું અને જીવન બદલાઈ ગયું.