અમદાવાદના ડૉ.દિનેશ પટેલે રોગને મટાડવાની, જગ્યાએ જે તે રોગને પાયામાંથી નાબૂદ કરવા પર વધુ ધ્યાન આપ્યું. આ વિચારને ધ્યાનમાં રાખીને, તે છેલ્લા 30 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે.
મહારાષ્ટ્રના ભંડારામાં રહેતા રાઘવ છેલ્લા ત્રણ મહિનાથી તેના ઘરની આજુબાજુથી પ્લાસ્ટિકનો કચરો ભેગો કરીને તેનો યોગ્ય નિકાલ કરવાનું કામ કરી રહ્યા છે, જેથી કોઈ અબોલ જીવના પેટમાં ન જાય, નટર-નાળાંમાં ભરાઈ ન જાય.
વેરાવદરનાં નિરૂપાબહેન જાતે તો જૈવિક ખેતી કરે જ છે, સાથે-સાથે બીજા ઘણા ખેડૂતોને જોડે છે. તેમણે 10 મહિલાઓનું ગૃપ પણ બનાવ્યું છે અને ભેગા મળી સીધા ગ્રાહકો સુધી પહોંચાડે શુદ્ધ, સાત્વિક, જૈવિક ઉત્પાદનો.
ભારતીય વન સેવાની અધિકારી કલ્પના કે અને એમ ગીતાંજલિએ કાળા હરણને બચવવા માટે શું ઉપાય કરવા જોઈએ તે માટે ઘણી મહેનત કરી. પોતાના બે વર્ષના કાર્યકાળમાં આ બંને અધિકારીઓએ કાળા હરણના સંરક્ષણ માટે ઘણી પહેલો કરી. તેમના આ પ્રયાસોને IFS એસોસીએશને પણ માન્યતા આપી દીધી.