માત્ર 300 વર્ગ ફૂટના ધાબામાં ઉગાડ્યા 2500+ છોડ, ફેસબુક પર લોકોને આપે છે ફ્રી ગાર્ડનિંગ ટિપ્સ

CA સંતોષ મોહતાએ પોતાના ધાબામાં ગાર્ડનિંગ કરવાની સાથે-સાથે શહેરોમાં હરિયાળી ફેલાવવાના હેતુથી ‘Concern For Earth’ નામની સંસ્થા પણ બનાવી છે, જ્યાં તે free gardening tips આપે છે. ઉપરાંત ભેટમાં આપવા લોકોને છોડ પણ સજાવીને આપે છે.

CA Santosh

CA Santosh

આપણે બધા જાણીએ જ છીએ કે શહેરમાં સતત વધતું જતું પ્રદૂષણ અને ઘટતી જતી હરિયાળી બહુ મોટો ચિંતાનો વિષય છે. તો બીજી તરફ વૃક્ષારોપણ માટે પૂરતી જગ્યા ન હોવાથી લોકો માટે તેને વાવવાં અને તેની દેખભાળ રાખવાનું કામ પણ બહુ મુશ્કેલ બનતું જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ, જેઓ પોતાના ઘરના ધાબામાં ઝાડ-છોડ વાવવાની સાથે-સાથે શહેરના બીજા લોકોને પણ ઝાડ-છોડ વાવવા માટે પ્રેરિત કરે છે. અમે આજે વાત કરી રહ્યા છીએ કોલકાતાના 59 વર્ષીય CA સંતોષ મોહતાની. જેઓ છેલ્લા 15 વર્ષથી તેમના ઘરના ધાબામાં ગાર્ડનિંગ કરી રહ્યા છે. તેઓ તેમના વ્યસ્ત રૂટિનમાંથી પણ સમય કાઢીને આ ઝાડ-છોડની દેખભાળ કરે છે. સંતોષે ત્રણ વર્ષ પહેલાં ગાર્ડનિંગને પ્રોત્સાહન આપવા માટે એક સંસ્થાની પણ શરૂઆત કરી છે, જેનું નામ છે ‘Concern For Earth’. આ સંસ્થા દ્વારા, તેઓ લોકોને ટેરેસ ગાર્ડનિંગ સંબંધિત ટિપ્સ, છોડના કટિંગ, બીજ વગેરે આપે છે. સાથે-સાથે ગિફ્ટિંગ માટે લોકોને છોડ અને કુંડાં પણ આપે છે. તેઓ ઘરમાં જ એક નર્સરી ચલાવે છે, એમ કહીશું તો પણ ઓછું નહીં કહેવાય.

માત્ર 300 વર્ગ ફૂટના ધાબામાં ઉગાડા 2500 છોડ

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સંતોષે જણાવ્યું, "ઝાડ-છોડ અને હરિયાળી મને ખૂબજ ગમે છે. ગામમાં તો અમને હરિયાળી દેખાઈ જાય છે, પરંતુ શહેરોમાં આજે પણ લોકો હરિયાળી જોવા તરસે છે. પહેલાં મને આ વાત બહુ ખટકતી હતી. એટલે, મેં મારી આસપાસ હરિયાળી લાવવાનું નક્કી કર્યું. જેની શરૂઆત મેં ટેરેસ ગાર્ડનિંગથી કરી." અત્યારે તેમના માત્ર 300 વર્ગફૂટના ધાબામાં તમને 2500 કરતાં પણ વધારે ઝાડ-છોડ જોવા મળશે, જેમાં 200 કરતાં વધારે પ્રકારના ઝાડ-છોડના પ્રકાર છે.

Gardening Tips

તેમના ગાર્ડનમાં દરેક પ્રકારનાં સિઝનલ શાક અને ઔષધિય છોડ છે. જેમાં આંબો, જામફળ, જાંબુ, પપૈયુ, સીતાફળ, દાડમ જેવાં ઘણાં ફળનાં મોટાં ઝાડ છે. છોડને યોગ્ય રીતે ઉગાડવા માટે તેમણે કોલકાતાની 'એગ્રી હૉર્ટિકલ્ચર સોસાયટી' થી ગાર્ડનિંગની ટ્રેનિંગ પણ લીધી છે. ટેરેસ ગાર્ડનની સમસ્યા અંગે વાત કરતાં તેમણે કહ્યું, "મારું ઘર ખૂબજ જૂનું છે. શરૂઆતમાં ધાબામાં કુંડાંના વજનના કારણે તિરાડ પડવા લાગી હતી, પરંતુ પછી મેં તેનો પણ ઉપાય શોધી કાઢ્યો. મેં બધાં જ કુંડાંમાંથી માટી કાઢી નાખી અને કોકોપીટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જેથી ધાબા પર પડતું વજન ઘણું ઘટી ગયું." આ સિવાય માટીનાં કુંડાંની જગ્યાએ લાકડા અને પ્લાસ્ટિકના વજનમાં હલકા ડબ્બાઓનો ઉપયોગ શરૂ કર્યો.

‘Concern For Earth’
સંતોષ ‘Concern For Earth’ ની શરુઆત વિશે વાત કરતાં તેમણે કહ્યું, "મારા ગાર્ડનથી પ્રભાવિત થઈને, મારી ઓફિસના અને ઓળખીતા લોકો પણ મારી પાસે ગાર્ડનિંગ સંબંધિત માહિતી આવવા લાગ્યા. મેં જોયું કે, એવા ઘણા લોકો છે, જે પોતાના ઘરે છોડ ઉગાડવા તો ઇચ્છે છે, પરંતુ માહિતીના અભાવમાં ઉગાડી નથી શકતા. આવા પ્રકૃતિ પ્રેમીઓની મદદ માટે, મેં ‘Concern For Earth’ નામની એક સંસ્થા બનાવી, જ્યાં મેં લોકોને ગાર્ડનિંગ સંબંધિત ટિપ્સ આપવાની સાથે-સાથે તેમને તેમનું ગાર્ડન સેટ-અપ કરવામાં પણ મદદ કરું છું."

Gardening expert

સંતોષનું માનવું છે કે, જન્મદિવસ હોય કે પછી બીજો કોઈ અવસર, લોકોએ ગ્રીન ગિફ્ટ એટલે કે, એક છોડ ભેટમાં આપવો જોઈએ. એટલા માટે આ સંસ્થા મારફતે, તેઓ ગિફ્ટિંગ માટે ઔષધિય અને સજાવટી છોડની અલગ-અલગ જાતો લોકોને પહોંચાડે છે. તેઓ જાતે જ અલગ-અલગ છોડને અલગ-અલગ સુંદર કુંડાંમાં મૂકી તેને ગિફ્ટ તરીકે સજાવે છે. જૂટ, ટેરાકોટા, કાંચ, લાકડા, વાંસ વગેરેના કુંડામાં સજાવ્યા બાદ આ છોડ ગિફ્ટિંગ માટે બહુ સારો વિકલ્પ બની જાય છે. તેની કિંમત 100 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની હોય છે. સાથે-સાથે તે કુંડામાં મૂકેલ છોડની જાણકારી અને તેના ઉપય અને દેખભાળની ટિપ્સ પણ સાથે લખીને મોકલે છે. જેથી જેને પણ એ છોડ મળે તે તેની યોગ્ય દેખભાળ કરી શકે.

કોરોનાકાળમાં જ્યારે ગિલોય (ગળો), તુલસી, અશ્વગંધા જેવા છોડનો ઉપયોગ સૌથી વધારે થવા લાગ્યો ત્યારે સંતોષની સંસ્થા દ્વારા લોકોને ગિલોયનો છોડ મફતમાં આપવાનું શરૂ કરવામાં આવ્યું. સાથે-સાથે તેઓ ગિલોયના છોડની દેખભાળની ટિપ્સ પણ આપે છે. તેઓ કહે છે, દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં એક ઔષધિય છોડ તો વાવવો જ જોઈએ.

Gujarati News

આઅ સિવાય સંતોષ, રસોડામાંથી નીકળતા ભીના કચરાને ફેંકવાની જગ્યાએ તેનું ખાતર બનાવી તે ઝાડ-છોડને આપે છે અને બીજાં લોકોને પણ ખાતર બનાવતાં શીખવાડે છે.

સંતોષની આ સંસ્થા 'પશ્ચિમ બંગાળ સોસાયટી' માં રજિસ્ટર્ડ છે. સાથે-સાથે તેમણે પોતાની સંસ્થાના નામ પર એક ફેસબુક પેજ પણ બનાવ્યું છે, જ્યાં તમને બધા જ પ્રકારની માહિતી સરળતાથી મળી જશે.

પોતાની આ અનોખી સંસ્થા મારફતે સંતોષ અત્યાર સુધીમાં 300 કરતાં પણ વધારે લોકોની મદદ કરી ચૂક્યા છે.

તેમણે 2020 માં 'કોલકાતા ચેમ્બર ઑફ કૉમર્સ' તરફથી આયોજિત એક પ્રદર્ષનમાં પોતાનાં ગ્રીન ગિફ્ટિંગ ઉત્પાદનો રજૂ કર્યાં હતાં. પર્યાવરણ પર્ત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે, તેઓ સમયાંતરે શહેરમાં આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમોમાં પણ ભાગ લે છે. સાથે-સાથે તેઓ તેમના ફેસબુક પેજ પર પણ તે અંગેની માહિતી અને ટિપ્સ અંગેનો વિડીયો બનાવી શેર કરતા રહે છે.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

આ પણ વાંચો: ધાબામાં છે અંજીર, રૂદ્રાક્ષ, અજમો સહિત 1250 ઝાડ-છોડ, ઘરમાં જરૂર નથી પડતી એસીની

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe