80% વિકલાંગતા હોવા છતાંય મહેસાણાના ચેતનાબેન પટેલે કરેલું આ સાહસ જાણીને તમે જ કહેશો કે આવા અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ઉચ્ચ ડિગ્રી હોવા છતાં નોકરી ન મળતાં શરૂ કર્યું પોતાનું કામ.
પુત્રના અચાનક અવસાન બાદ દીકરીના ભવિષ્ય અને પતિને મદદરૂપ થવા આ મહિલાએ શરૂ કરી પરાઠાની લારી. આજે સુરતીઓને 90 પ્રકારના પરાઠા ખવડાવી મહિનાના કમાય છે 50 હજાર સુધી.
નવસારી જિલ્લાના હાંસાપુર ગામનાં હેમલત્તાબેન ઘરના જ છાણ અને લીલા કચરામાંથી સેંદ્રિય ખાતર બનાવે છે. તેનાથી તેઓ તો ઑર્ગેનિક ખેતી કરે જ છે, સાથે-સાથે ખાતરનું વેચાણ કરી વધારાની આવક પણ મેળવે છે. આજે ગામની બીજી 12-15 મહિલાઓ પણ તેમની સાથે જોડાઈ બની આત્મનિર્ભર.
એક સમયે જેની પાસે ભરતકામ માટે સોયપણ નહોંતી તે વિભા શ્રીવાસ્તવ આજે બાળકોના વસ્ત્રો, ઓશીકાના કવરથી માંડી સુંદર અને ટ્રેન્ડી જ્વેલરી પણ ભરતગૂંથણ (ક્રોશિયા)માંથી બનાવે છે. તો 10-12 મહિલાઓને રોજગાર પણ આપે છે.
80% વિકલાંગતા હોવા છતાંય મહેસાણાના ચેતનાબેન પટેલે કરેલું આ સાહસ જાણીને તમે જ કહેશો કે આવા અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ઉચ્ચ ડિગ્રી હોવા છતાં નોકરી ન મળતાં શરૂ કર્યું પોતાનું કામ.
એક વર્ષ પહેલાં લોકડાઉનમાં કોર્ટ થોડાક સમય બંધ રહેતાં આનંદભાઈએ કાર પર 1.50 લાખના ખર્ચે સોલર લગાડી ઝેરોક્ષ, ડ્રાફ્ટિંગ અને પ્રિન્ટિંગની હરતી-ફરતી દુકાન શરૂ કરી હતી
જમીન માત્ર દોઢ વિઘો, છતાં પોતાની સાથે 10 મહિલાઓને રોજગારી આપે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા. ઉનાળામાં કેરીના રસને પ્રોસેસ કરી આખુ વર્ષ વેચે છે તો શિયાળામાં ચિભડાંનું અથાણું બનાવે છે. આખા ગુજરાત માટે પ્રેરણા સમાન છે અલ્પનાબેન.
આદિવાસી જિલ્લામાં જ્યાં શિક્ષણ પણ બહુ ઓછું છે ત્યાં 10 મહિલાઓએ પોતાની નાની-નાની બચત ભેગી કરી શરૂ કરી 'અપના બેકરી'. આજે 4 વર્ષની મહેનત બાદ ઓળખાય છે ‘બેકરી સિસ્ટર્સ’ના નામે. ક્યારેય કોઈને ટપાલ પણ લખી નહોંતી એ મહિલાઓ આજે કૂરિયરથી ગ્રાહકોને મોકલે છે પ્રોડક્ટ્સ.