દિલ્હી નિવાસી અનિતા આહુજા અને તેના પતિ શલભ એક અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ પ્લાસ્ટિકના કચરાનો ફરીથી ઉપયોગ કરીને નિકાસ કરવા યોગ્ય ગુણવત્તાવાળા સુંદર ઉત્પાદનો બનાવે છે.
ઉષા વસાવા એક સફળ આદિવાસી મહિલા ખેડૂત છે, જે પોતાની ત્રણ એકર જમીનમાં જૈવિક ખેતી કરે છે અને વાર્ષિક બે લાખ રૂપિયાનો નફો કમાય છે. એટલું જ નહીં, તેમણે પોતાના જેવી ત્રણ હજાર મહિલાઓને ખેતીની તાલીમ આપીને રોજગારી અપાવી છે.
એક વર્ષ પહેલાં લોકડાઉનમાં કોર્ટ થોડાક સમય બંધ રહેતાં આનંદભાઈએ કાર પર 1.50 લાખના ખર્ચે સોલર લગાડી ઝેરોક્ષ, ડ્રાફ્ટિંગ અને પ્રિન્ટિંગની હરતી-ફરતી દુકાન શરૂ કરી હતી
જમીન માત્ર દોઢ વિઘો, છતાં પોતાની સાથે 10 મહિલાઓને રોજગારી આપે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા. ઉનાળામાં કેરીના રસને પ્રોસેસ કરી આખુ વર્ષ વેચે છે તો શિયાળામાં ચિભડાંનું અથાણું બનાવે છે. આખા ગુજરાત માટે પ્રેરણા સમાન છે અલ્પનાબેન.
આદિવાસી જિલ્લામાં જ્યાં શિક્ષણ પણ બહુ ઓછું છે ત્યાં 10 મહિલાઓએ પોતાની નાની-નાની બચત ભેગી કરી શરૂ કરી 'અપના બેકરી'. આજે 4 વર્ષની મહેનત બાદ ઓળખાય છે ‘બેકરી સિસ્ટર્સ’ના નામે. ક્યારેય કોઈને ટપાલ પણ લખી નહોંતી એ મહિલાઓ આજે કૂરિયરથી ગ્રાહકોને મોકલે છે પ્રોડક્ટ્સ.
કેરળની ફૂડ એન્ટરપ્રેન્યોર રનિતા શાબૂએ પોતાના બિઝનેસની શરૂઆત 2005 માં કરી હતી. જેના અંતર્ગત તે ઈડલીથી લઈને ઈડિયપ્પમ, વટ્ટાયપ્પમ, ચક્કાયદા, ચક્કા વટ્ટાયપ્પમ, નય્યપ્પમ, ઉન્નીઅપ્પમ, કોઝુકત્તી અને પલ્લાપ્પમ જેવી દક્ષિણ ભારતીય વાનગીઓ સર્વ કરે છે.