નિવૃત્તિ બાદ જ્યારે ગામમાં પાછા આવ્યા ત્યારે ગામની હાલત જોઈને ચોંકી ગયા, છેલાં 16 વર્ષમાં વાવી દીધા છે 20 હજારથી વધુ વૃક્ષો, એટલું જ નહીં, આ બધા ઝાડ-છોડની બરાબર સંભાળ પણ રાખે છે અને ફળાઉ વૃક્ષોમાંથી ગરીબ પરિવારોને રોજી પણ મળે છે.
સામાન્ય ડ્રાઇવરની નોકરી કરતા જગમલભાઈએ બચતમાંથી જમીન ખરીદી ઊભુ કર્યું 5000 ફળાઉ જાડનું જંગલ. સાથે-સાથે ગામલોકોએ ફેંકી દીધેલ વસ્તુઓમાંથી જ બનાવી સુંદર બાલવાટિકા. બધાં જ ફળ છે અહીંનાં પક્ષીઓ અને વાટિકામાં આવતાં બાળકો માટે. તો રસ્તે જતા પથિકો માટે જાતે બનાવી પરબ.
''એક દિવસ વાટિકામાં આગ લાગી અને 200 ઝાડ સળગી ગયાં હતાં. તે દિવસે હું મારી માતાના મૃત્યુ સમયે પણ નહોતો રડ્યો એટલું રડ્યો. મારા બાળકોએ મને રડતો જોઈ કહ્યું કે, પપ્પા તમે એરટેલ ડિશ હટાવી ફ્રીવાળી ડિશ લગાવી દો અને તે રૂપિયાથી ઝાડની સુરક્ષા માટે લોખંડની જાળી લઈ આવો.''