વાંચો એક એવા પરિવારની કહાની, જેણે છેલ્લા એક દાયકાથી બજારમાંથી કોઈ પ્રકારનાં શાકભાજી ખરીધ્યાં નથી, જમીન નહોંતી તો ધાબામાં જ શરૂ કરી ઑર્ગેનિક ફળ-શાકભાજીની ખેતી.
સુરતના અનુપમા દેસાઈ પાસે જમીન પર રોપાઓ રોપવા માટે જગ્યા નહોતી, તો તેમણે તેમના આખા ધાબાને બગીચો બનાવી દીધું અને એક હજારથી વધુ રોપાઓ વાવ્યા. છેલ્લા એક વર્ષથી તેઓ બીજા પણ ઘણા લોકોને ટેરેસ ગાર્ડનિંગ શીખવી રહ્યા છે.