હું દિલ્હીથી નિરાશ થઈને પોતાના ગામમાં આવ્યો હતો ત્યારે કામની શોધમાં જ હતો. આ દરમિયાન મારુ ધ્યાન બિચ્છૂ ઘાસ પર ગયું. જેનો ઉપયોગ ગામના વૃદ્ધ વડીલો શરદી-તાવમાં કરતા હતાં. તે સમયે કોરોના વાયરસનો કહેર પણ વધતો જતો હતો. બજારમાં આ રીતના ઔષધિય ઉત્પાદનની માગ પણ વધતી જતી હતી. જેથી મને બિચ્છુ ઘાસથી હર્બલ ટી બનાવવાનો વિચાર આવ્યો હતો.'