Powered by

Latest Stories

HomeTags List Rajkot

Rajkot

છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ પાણી પીવે છે રાજકોટની આ શિક્ષિકા

By Nisha Jansari

રાજકોટની આ શિક્ષિકાએ દાદીમાની યાદમાં લીધો છે આ અદભુત સંકલ્પ. છેલ્લા ચાર વર્ષથી રોજ સવારે 6 વૃક્ષ વાવ્યા બાદ જ સૂર્યને પાણી ધરાવી પીવે છે. આ ચોમાસામાં વાવવા માટે તેમણે 10 હજાર રોપા તૈયાર પણ કરી દીધા છે.

મગફળીનું ઓછું ઉત્પાદન થતાં નુકસાન થયું, રાજકોટના ખેડૂતે ઓર્ગેનિક ચિક્કી બનાવી કમાણી કરી બમણી

By Vivek

ખીમજીભાઈએ આપત્તિને અવસરમાં પલટી, મગફળીનું ઓછું ઉત્પાદન થતાં ઓર્ગેનિક ચિક્કી બનાવી વેચી, બે મહિનામાં કરી નુકસાનની ભરપાઈ

રાજકોટના 10 પાસ યુવાને બનાવ્યું અનોખું મેન્યુઅલ મશીન, કલાકોમાં બનતી વેફર્સ બને છે મિનિટોમાં!

By Kaushik Rathod

રાજકોટમાં રહેતા 10 પાસ યુવાને બનાવ્યું એવું મશીન કે જેના વેફર્સ બનાવવાનું 5 કલાકનું કામ 1 કલાકમાં આરામથી કરી શકાય છે.

વિજળી, પાણી & પર્યાવરણના બચાવવા માટે રાજકોટની આ હોટેલે લીધાં નોંધપાત્ર પગલાં, અનુસરવા જેવાં છે દરેકે

By Nisha Jansari

રાજકોટની એક એવી હોટેલ જ્યાંથી વરસાદનું ટીંપુ પણ નથી જતું વેસ્ટ, તો રસોડા અને રૂમ માટે વપરાય છે સોલર વૉટર હીટર. હોટેલમાં વપરાયેલા પાણીને પણ રિસાયકલ કરીને વાપરવામાં આવે છે સફાઈકામ માટે અને હરિયાળી માટે વાવવામાં આવ્યા છે શક્ય એટલા વધારે છોડ. પાણીનો બગાડ અટકાવવા મહેમાનોને આપે છે અડધો ગ્લાસ પાણી, આવી અનેક પહેલ છે, જેનાથી બચાવી શકાય છે પર્યાવરણને.

અમદાવાદમાં લાખોની કમાણી છોડી ડૉક્ટરે વતનમાં ખોલી મફત કોવિડ હોસ્પિટલ

By Nisha Jansari

અમદાવાદમાં મહિને 10 લાખ કમાતા આ ડૉક્ટરે કોરોનાના કારણે ગામડાંની દયનિય સ્થિતિ જોઈ વતનમાં ખોલ્યું મફત કોવિડ કેર સેન્ટર, જીવનભરની બચત ખર્ચી બનાવેલ આ ઑક્સિજન સાથેની આ હોસ્પિટલમાં બધી જ સેવાઓ આપવામાં આવે છે મફત.

લગ્નના કરિયાવરમાં સોનાની જગ્યાએ છોડ લઈને આવ્યાં હતાં ઈલાબેન, ઘરમાં છે 1000+ ઝાડ-છોડ

By Nisha Jansari

આંગણ અને ધાબામાં 1000 કરતાં વધારે ફળ, ફૂલ, શાકભાજી અને બોન્સાઈ ઉગાડનાર ઈલાબેન 5000 કરતાં વધારે લોકોને શીખવાડી ચૂક્યાં છે ગાર્ડનિંગના પાઠ

પિતાના અંતિમ સમયમાં સાથે ન રહી શકવાના દુ:ખમાં રાજકોટની મહિલાએ શરૂ કરી નિરાધારોની સેવા

By Paurav Joshi

માર્કેટિંગ સાથે બીબીએ કરેલ જલ્પાબેનનાં કાર્યો અંગે આખુ રાજકોટ જાણે છે. ક્યાંય પણ કોઇ માનસિક અસ્વસ્થ વ્યક્તિ હોય કે અસહાય, તાત્કાલિક દોડી જાય છે જલ્પાબેન. તેમના જેવા જ કેટલાક નિસ્વાર્થભાવે સેવા કરતા લોકો પણ જોડાયા છે તેમની સાથે. તેઓ મળીને હવે અસહાય લોકોને આશરો આપવા શેલ્ટર હાઉસ ખોલવા પણ ઈચ્છે છે.

લૉકડાઉનમાં દુનિયા થંભી ગઈ ત્યાં આ શિક્ષકે શાળાના કેમ્પસમાં દૂધની ખાલી થેલીઓમાં તૈયાર કર્યા 20 હજાર રોપા

By Nisha Jansari

"આવજો અને બે વૃક્ષ વાવજો"ની ભાવના સાથે આ શિક્ષક દંપતિને તૈયાર કર્યા 20 હજાર રોપા, આપે છે સૌને મફતમાં

2500 લોકોને ગાર્ડનિંગ શીખવનાર મંજુબેનના ધાબામાં છે વડ, પીપળો, બાવળ સહિત 400+ છોડ-બોન્સાઈ

By Nisha Jansari

વડ, પીપળો, બાવળ, આકડો, સીંદુર સહિત 400 ઔષધિ, શાકભાજી અને ફળ-ફૂલનાં ઝાડ છે આમના ધાબામાં

લોકોને તમાકુની ગંભીર અસરથી બચાવવા આ ગુજરાતીએ બનાવ્યો હર્બલ માવો, બચતની સાથે-સાથે શરીરને પણ રાખશે સ્વસ્થ

By Jaydeep Bhalodiya

2018માં વ્યસનીઓને બચાવવા વિચાર આવ્યો અને બનાવ્યો 11 ઔષધિઓ વાળો હર્બલ માવો, પૈસાની સાથે સ્વાસ્થ્ય પણ સુધરશે