નવસારી જિલ્લાના હાંસાપુર ગામનાં હેમલત્તાબેન ઘરના જ છાણ અને લીલા કચરામાંથી સેંદ્રિય ખાતર બનાવે છે. તેનાથી તેઓ તો ઑર્ગેનિક ખેતી કરે જ છે, સાથે-સાથે ખાતરનું વેચાણ કરી વધારાની આવક પણ મેળવે છે. આજે ગામની બીજી 12-15 મહિલાઓ પણ તેમની સાથે જોડાઈ બની આત્મનિર્ભર.
ઉષા વસાવા એક સફળ આદિવાસી મહિલા ખેડૂત છે, જે પોતાની ત્રણ એકર જમીનમાં જૈવિક ખેતી કરે છે અને વાર્ષિક બે લાખ રૂપિયાનો નફો કમાય છે. એટલું જ નહીં, તેમણે પોતાના જેવી ત્રણ હજાર મહિલાઓને ખેતીની તાલીમ આપીને રોજગારી અપાવી છે.
વેરાવદરનાં નિરૂપાબહેન જાતે તો જૈવિક ખેતી કરે જ છે, સાથે-સાથે બીજા ઘણા ખેડૂતોને જોડે છે. તેમણે 10 મહિલાઓનું ગૃપ પણ બનાવ્યું છે અને ભેગા મળી સીધા ગ્રાહકો સુધી પહોંચાડે શુદ્ધ, સાત્વિક, જૈવિક ઉત્પાદનો.
કેશોદનો આ ખેડૂત પરિવાર આધુનિક જીવન જીવે છે પર્યાવરણને અનુકૂળ થઈ. ખેતરમાં પંપ અને ઘરમાં એસી સહિત બધી જ સુવિધાઓ ચાલે છે સોલર પાવરથી, પાણી વાપરે છે વરસાદનું અને ફળો-શાકભાજી ખાય છે ઘરે ઉગાડેલ. ઘરના લીલા કચરામાંથી જ બનાવે છે ખાતર પણ.
ગ્રાહકોને સારાં અને રસાયણ રહિત ઉત્પાદનો મળી રહે એ માટે આ કચ્છી ખેડૂત હરિસિંહ જાતે જ સીલપેક મેન્ગો પલ્પ, 10 પ્રકારના આમ પાપડ, મેન્ગો આઈસ્ક્રિમ, મેન્ગો પેંડા, મેન્ગો કુલ્ફી, જ્યૂસ અને મિલ્કશેક સહિત અનેક ઉત્પાદનો બનાવી ખેડૂતો માટે બન્યા પ્રેરણા.
શિક્ષકની નોકરી કરતા પ્રમોદ ગોદારા અને ASI ચંદ્રકાંતા છેલ્લા અઢી-ત્રણ વર્ષથી જૈવિક ખેતી કરે છે અને તેમનાં ખેતરોને 'એગ્રો-ટૂરિઝ્મ' તરીકે વિકસિત કરે છે. ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ અને સોલાર પંપની મદદથી આપે છે પાણી અને છાણિયા ખાતરથી પોષણ. આજે આવક થઈ ત્રણઘણી.
નોકરીમાં બદલી થતાં મિકેનિકનું કામ છોડી ખેતી કરવાનું નક્કી કર્યું. આજે પોતાના 20 એકરના ખેતમાં ફળોની નર્સરી ચલાવી સૂકા વિસ્તારમાં બધા ખેડૂતોને પણ જોડ્યા પોતાની સાથે.
પ્રતિભા તિવારીએ રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોના ખેડૂતોને જૈવિક ખેતી સાથે સાંકળ્યા અને સાથે-સાથે તેમની ઉપજ ખરીદી પોતાની કંપની 'ભૂમિશા ઑર્ગેનિક્સ' ની શરૂઆત કરી. આજે કમાઈ રહી છે લાખોમાં તો ખેડૂતોની આવક પણ થઈ બમણી.