અહમદનગરના પ્રમોદ સુસરેએ પોતાના હુનરના વિશ્વાસે નોકરી છોડી રિસાઈકલ્ડ ફર્નિચર બનાવવાનું કામ શરૂ કર્યું. તે સમયે લોકોએ તેની બહુ મજાક પણ ઉડાવી પરંતુ આજે તે આ જ સ્ટાર્ટઅપથી કરોડોમાં નફો કમાય છે.
રિટાયર્ડમેન્ટમાં પિતાનો સમય કોઈ સારા કામમાં પસાર થાય એ હેતુથી મૂળ ટેક્સટાઇલ બિઝનેસમેન મેહુલભાઈએ ભાવનગરની પોતાની જમીન પર ડેરી ફાર્મ શરૂ કર્યું. આજે અહીં શુદ્ધ-સાત્વિક ઉત્પાદનો બનાવવાની સાથે-સાથે આખા ગામને પીવાલાયક પાણી પણ પૂરું પાડે છે.
જસદણના સંજયભાઈએ જેને લોકો સાવ નકામી સમજે છે, તેમાંથી જ પોતાનો ધંધો શોધ્યો. બેન્કમાં નોકરી કરતા સંજયભાઈ શનિ-રવિવારે ખેતરમાં જઈને ફીંડલા વીણી લાવે છે અને ઘરે જાતે જ તેનો જ્યૂસ બનાવી વેચે છે. સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક હોવાથી દરરોજની વેચાય છે 10-15 બોટલ્સ.
રાજકોટના યુવાને ચાના વ્યવસાય માટે ચાનો બગીચો ખરીદ્યો, પરંતુ નુકસાન જતાં આ પૈસાની ભરપાઈ ચામાંથી જ કરવાનું નક્કી કર્યું. શરૂઆત કરી ફ્રી વાઈ-ફાઈવાળી ટી પોસ્ટની, આજે 4 રાજ્યમાં છે 185 આઉટલેટ.
ઉત્તરપ્રદેશના જોનપુરના રહેવાસી 62 વર્ષીય રામચંદ્ર દુબે પહેલા રિક્ષા ચલાવતા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેઓ ખેડૂતો પાસેથી મશરૂમ ખરીદીને ખાવાની આઇટમ્સ બનાવી રહ્યા છે અને લાખોનો નફો રળી રહ્યા છે, સાથે-સાથે ખેડૂતોની આવકમાં પણ થયો નોંધપાત્ર વધારો.
દિલ્હીની આ સિસ્ટર્સ બનાવે છે વાંસમાંથી અલગ ફ્લેવરની ‘Bamboo Tea’, વાળ અને નખ માટે છે ફાયદાકારક. દિલ્હીમાં ભણેલ આ બહેનો ‘Silpakarman’ નામની બ્રાન્ડ અંતર્ગત વાંસના મગ, કપ, ફ્લાસ્ક, ડેકોર અને ફર્નિચરની વસ્તુઓ પણ બનાવે છે.
એક વર્ષ પહેલાં લોકડાઉનમાં કોર્ટ થોડાક સમય બંધ રહેતાં આનંદભાઈએ કાર પર 1.50 લાખના ખર્ચે સોલર લગાડી ઝેરોક્ષ, ડ્રાફ્ટિંગ અને પ્રિન્ટિંગની હરતી-ફરતી દુકાન શરૂ કરી હતી
આદિવાસી જિલ્લામાં જ્યાં શિક્ષણ પણ બહુ ઓછું છે ત્યાં 10 મહિલાઓએ પોતાની નાની-નાની બચત ભેગી કરી શરૂ કરી 'અપના બેકરી'. આજે 4 વર્ષની મહેનત બાદ ઓળખાય છે ‘બેકરી સિસ્ટર્સ’ના નામે. ક્યારેય કોઈને ટપાલ પણ લખી નહોંતી એ મહિલાઓ આજે કૂરિયરથી ગ્રાહકોને મોકલે છે પ્રોડક્ટ્સ.