બાળપણથી જ કઈંક અવનવું કરવાના શોખીન વડોદરાના માત્ર 18 વર્ષીય બારમા ધોરણના વિદ્યાર્થી નીલ શાહે એક સોલર સાઈકલ બનાવી છે. મહત્વની વાત એ છે કે, આ સાઈકલમાં લાગેલ બેટરી સોલર પેનલની મદદથી ચાર્જ થતાં જ તે ઈ-બાઈકમાં ફેરવાઈ જાય છે.
આજકાલ લોકો પોતાની જરૂરિયાતનો સામાન મંગાવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લે છે. તો તમે અમદાવાદનાં નયનાબેન લિયાની જેમ ઑનલાઈન રિસેલર બની ઘરે બેઠાં સારી કમાણી કરી શકો છો.
ગાંધીજી હંમેશા સ્વદેશી અને ઈકો-ફ્રેંડલી વસ્તુઓના વપરાશ પર ભાર આપતા હતા. તેમણે આ વિચાર સાથે, અમદાવાદ ગાંધી આશ્રમમાં ચરખાથી સૂતરાઉ અને હેંડમેડ પેપર બનાવવા જેવા કામની શરૂઆત કરી હતી. આગળ ચાલીને આ હેંડમેડ પેપર ઉદ્યોગ કલમખુશ બન્યુ અને આજ સુધી ચાલી રહ્યું છે.
દ્વારકાના રજનીકાંતભાઈ એકસમયે બોરવેલના બનાવવાના ધંધામાં લાખો કમાઈ રહ્યા હતા, પરંતુ એક દિવસ ખેતરમાં જંતુનાશકોના વધારે પડતા ઉપયોગથી તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને શરૂ કરી ઑર્ગેનિક ખેતી. આજે ખેતીની સાથે તેનું પ્રોસેસિંગ અને વેચાણ કરી વર્ષે કમાય છે 50 લાખ.
સુરતના અનુપમા દેસાઈ પાસે જમીન પર રોપાઓ રોપવા માટે જગ્યા નહોતી, તો તેમણે તેમના આખા ધાબાને બગીચો બનાવી દીધું અને એક હજારથી વધુ રોપાઓ વાવ્યા. છેલ્લા એક વર્ષથી તેઓ બીજા પણ ઘણા લોકોને ટેરેસ ગાર્ડનિંગ શીખવી રહ્યા છે.
નવસારી જિલ્લાના હાંસાપુર ગામનાં હેમલત્તાબેન ઘરના જ છાણ અને લીલા કચરામાંથી સેંદ્રિય ખાતર બનાવે છે. તેનાથી તેઓ તો ઑર્ગેનિક ખેતી કરે જ છે, સાથે-સાથે ખાતરનું વેચાણ કરી વધારાની આવક પણ મેળવે છે. આજે ગામની બીજી 12-15 મહિલાઓ પણ તેમની સાથે જોડાઈ બની આત્મનિર્ભર.
આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ભણતર છૂટ્યું, અતિવૃષ્ટિના કારણે ગામ છૂટ્યું, છતાં હિંમત ન હાર્યા. રાજકોટના આ યુવાનના બનાવેલ ખાટલા આજે આખા ભારતની સાથે-સાથે અમેરિકા અને લંડનમાં પણ જાય છે. ખાટલાની ડિઝાઇન એટલી સુંદર કે સોફા પણ ઝાંખા પડે.
ગુજરાતના આ 'વનવાસી' ભાઈએ લુપ્ત થતી વનસ્પતિને બચાવવા શરૂ કરી બીજ બેન્ક, અત્યાર સુધીમાં 2500 કરતાં વધુ લોકોને સાડા ત્રણ લાખ કરતાં પણ વધારે બીજ પહોંચાડી ચૂક્યા છે એ પણ એકદમ મફત. રજાના દિવસે જંગલમાં જાતે ફરીને ભેગાં કરે છે બીજ.