પર્યાવરણના જતન માટે તેમજ ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે જૈવિક ખેતી શીખે તે સિદ્ધ કરવા બનાવ્યું તથાસ્તુઃ ઉપવન, કૃષિ વૈજ્ઞાનિકને સાથે રાખી શરુ કરી ઉમદા પહેલ. બધાં જ ઝાડને પાણી પાવા માટે અપનાવી માટલા પદ્ધતિ, જેથી થાય છે પાણીનો પણ બચાવ.
ગુજરાતના જામુકા ગામના પુરૂષોત્તમભાઈએ વિશ્વાસ મૂક્યો ઑર્ગેનિક ખેતી પર અને પોતાનાં ઉત્પાદનો માટે માર્કેટિંગની અનોખી રીત અપનાવી આજે 10 દેશોમાં એક્સપોર્ટ કરે છે સારી કમાણી.
સુરતના માંડવી તાલુકાના ગોવિંદ વઘાસિયા છેલ્લાં 35 વર્ષથી શેરડીની ખેતી કરે છે. વર્ષો પહેલાં, તેમના પિતા પાક વેચવા માટે સારા ભાવ કે બજાર પર નિર્ભર રહેતા હતા. પરંતુ આજે તેઓ પોતાનાં ઉત્પાદનોની કિંમત જાતે જ નક્કી કરે છે અને ઘણા ટન ગોળ વેચી સારો નફો કમાય છે.
વ્યવસાયે એન્જિનિયર, સુરતના જશવંત પટેલે BSNL માં નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ ખેતી કરવાનું શરૂ કર્યું. આજે એવા-એવા પ્રકારનાં ડ્રેગન ફ્રુટ વાવે છે, જેમને ચાખવાની વાત તો અલગ, આપણે જોયાં પણ નહીં હોય.
PHD નો અભ્યાસ કરી રહેલા વિશાલ અગ્રવાતે 25 વર્ષની ઉંમરમાં ફળ ઉપાડવાથી લઈને લણણી માટે કર્યા આ 5 જબરદસ્ત સંશાધનો, ખેડૂતોની મહેનત અને ખર્ચ બંનેમાં થશે ઘટાડો
વેરાવદરનાં નિરૂપાબહેન જાતે તો જૈવિક ખેતી કરે જ છે, સાથે-સાથે બીજા ઘણા ખેડૂતોને જોડે છે. તેમણે 10 મહિલાઓનું ગૃપ પણ બનાવ્યું છે અને ભેગા મળી સીધા ગ્રાહકો સુધી પહોંચાડે શુદ્ધ, સાત્વિક, જૈવિક ઉત્પાદનો.
જમીન માત્ર દોઢ વિઘો, છતાં પોતાની સાથે 10 મહિલાઓને રોજગારી આપે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા. ઉનાળામાં કેરીના રસને પ્રોસેસ કરી આખુ વર્ષ વેચે છે તો શિયાળામાં ચિભડાંનું અથાણું બનાવે છે. આખા ગુજરાત માટે પ્રેરણા સમાન છે અલ્પનાબેન.