બેંગલુરુ સ્થિત buildAHome દ્વારા આથનગુડી ટાઇલ્સ અને પોરોથર્મ બ્લોક્સ જેવી સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવામાં આવ્યું છે, તથા તેમાં સ્ટીલ અને સિમેન્ટનો ઉપયોગ ઓછો કર્યો છે, આ ઘર ઉનાળામાં કુદરતી રીતે ઠંડુ રહે છે અને દર વર્ષે હજારો લિટર પાણીની બચત પણ કરે છે.