શહેરની ભાગદોડથી કંટાળી આ પરિવાર જીવવા ઈચ્છતો હતો થોડી આરામની પળો. જીવવું હતું એવું જીવન, જેમાં મળી શકે શુદ્ધ હવા, પાણી અને ભોજન. ઓછા ખર્ચે પર્યાવરણને નુકસાન કર્યા વગર બનાવ્યો પોતાનો સપનાંનો મહેલ.
આ છે ભારતનું પ્રથમ સર્ટીફાઈડ 'ગ્રીન હોમ', જેને બનાવવામાં આવ્યું છે પર્યાવરણને અનુકૂળ સામગ્રીથી. ઘરનાં ઈલેક્ટ્રોનિક સાધનો ચાલે છે સોલર એનર્જીથી, પાણી મળે છે રેન વૉટર હાર્વેસ્ટિંગથી, અને વપરાયેલ પાણીને રિસાયલ કરી ઉપયોગમાં લેવાય છે બગીચામાં.