''અમે અલગ-અલગ જગ્યાની નર્સરીમાંથી છોડ લાવ્યા અને 2.5 વિઘામાં કાજુ, 10 વિઘામાં લીંબુડી, 7 વિઘામાં જામફળ, 3 વિઘામાં ચીકુ અને 40 વિઘામાં આંબાનું વાવેતર કર્યું છે. પોતાની ખેતપેદાશો પણ જાતે જ વેચે છે ખેતરમાંથી. જેમાં અમને દર વર્ષે 15-20 લાખ રૂપિયા કમાણી થાય છે.''
જમીન માત્ર દોઢ વિઘો, છતાં પોતાની સાથે 10 મહિલાઓને રોજગારી આપે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા. ઉનાળામાં કેરીના રસને પ્રોસેસ કરી આખુ વર્ષ વેચે છે તો શિયાળામાં ચિભડાંનું અથાણું બનાવે છે. આખા ગુજરાત માટે પ્રેરણા સમાન છે અલ્પનાબેન.
ભુજના માત્ર સાતમું ધોરણ ભણેલ વેલજીભાઈ બન્યા ગુજરાતના પહેલા ખારેકમાંથી ગોળ બનાવતા ખેડૂત. આજે તેઓ 'ભૂડીયા' બ્રાન્ડ અંતર્ગત 42 પ્રકારના અલગ-અલગ રસાયણ રહિત જ્યૂસ અને શેક જાતે જ બનાવીને વેચે છે અને 30 પરિવારોને રોજગારી પૂરી પાડે છે.