Powered by

Latest Stories

Homeઅનમોલ ભારતીયો

અનમોલ ભારતીયો

To serve People, help people is a main nature of our India. There are many people who are working to help poor, uneducated and people who are not capable to raise. We can see real humanity in them.

ગુજરાતના આ શિક્ષકની ભણાવવાની રીત છે સાવ અનોખી, ભંગારમાંથી મોડેલ્સ બનાવી શીખવે છે બાળકોને

By Kishan Dave

કહેવાય છે ને કે, બાળકોને કોઈપણ વસ્તુ વિશે કહો કે તે વાંચે તેના કરતાં તેઓ તેને જાતે જુઓ તો તેમને લાંબા સમય સુધી યાદ રહે છે અને સમજાઈ જાય છે. એટલે જ ગુજરાતની આ સરકારી શાળાના આચાર્ય નકામી વસ્તુઓમાંથી જાતે જ મોડેલ્સ બનાવી શીખવે છે શિક્ષાના પાઠ.

50 ગરીબ બાળકોને દત્તક લઈ માતા બની ભણાવે છે અને સાચવે છે આ પોલીસ કૉન્સ્ટેબલ

By Kishan Dave

રેહાના શેખ, મુંબઈ ક્રાઇમ બ્રાંચ (ઇન્ટરપોલ) માં કાંસ્ટેબલના પદ પર છે. તેઓ ન માત્ર નિસહાય બાળકો અને કોરોના પીડિતોની મદદ કરી રહ્યા છે પરંતુ તેમણે પોતાની આંખો પણ દાન આપી દીધી છે.

મિસાલ છે આ રિટાયર્ડ આર્મી મેન, 7 ગ્રામ પંચાયતમાં વાવી ચૂક્યા છે 20 હજાર છોડ

By Mansi Patel

નિવૃત્તિ બાદ જ્યારે ગામમાં પાછા આવ્યા ત્યારે ગામની હાલત જોઈને ચોંકી ગયા, છેલાં 16 વર્ષમાં વાવી દીધા છે 20 હજારથી વધુ વૃક્ષો, એટલું જ નહીં, આ બધા ઝાડ-છોડની બરાબર સંભાળ પણ રાખે છે અને ફળાઉ વૃક્ષોમાંથી ગરીબ પરિવારોને રોજી પણ મળે છે.

દરજીઓ પાસેથી કતરણ એકત્ર કરીને, જરૂરિયાતમંદ બાળકો માટે બનાવે છે નવા કપડા

By Mansi Patel

દરજીની પાસે પડેલા કતરણનાં કપડાનાં ઢગલાને જોઈને યુવતીને આવ્યો અનોખો વિચાર, આજે અનાથઆશ્રમનાં બાળકોને વહેંચી રહી છે સ્ટાઈલિશ નવાં કપડા

'હરણ' બચાવવા ખેડૂતે સમર્પિત કરી પોતાની 50 એકર જમીન, હરણની સંખ્યા 3 થી વધીને થઈ 1800!

By Kishan Dave

તમિલનાડુના એક ખેડૂત આર ગુરુસામીએ આસપાસના વિસ્તારમાં કેટલાક ભટકતા હરણોની સંભાળ રાખવા માટે તેમની મોટાભાગની પૈતૃક જમીન છોડી દીધી હતી. આજે, નજીકના જંગલમાં પાણી અને ખોરાકની અછત વચ્ચે પણ, તેમની જમીન 1,800 થી પણ વધુ હરણો માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. એટલું જ નહીં, આ હરણો માટે ખેતરમાં તળાવો પણ બનાવડાવ્યાં.

સમાજસેવાને પોતાનું જીવન મંત્ર બનાવનાર એક સાચો સમાજ સેવક, લાલજીભાઈ 24 વર્ષથી 1 પણ રજા વગર કરે છે નિસ્વાર્થ સેવા

By Kishan Dave

24 વર્ષથી લોકોની સેવા માટે એક પણ દિવસ નથી લીધી રજા, માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લાલજીભાઈએ પરમાર્થ માટે ધખાવી છે ધૂણી

આ અમદાવાદી મહિલાના પ્રયત્નોથી મિલકામદારોનું વેતન 35% વધ્યું, બન્યાં દેશનાં પહેલાં મહિલા ટ્રેડ યુનિયન નેતા

By Kishan Dave

અમદાવાદનાં સમૃદ્ધ સારાભાઈ પરિવારમાં જન્મેલ અનસુયાબેન જીવનભર લડ્યાં વંચિતો અને ગરીબો માટે. ગાંધીજીના પગલે ચાલતાં તેમણે મિલ કામદારોના વેતનમાં પણ 35% ટકાનો વધારો કરાવ્યો હતો અને બીજાં ઘણાં મહત્વનાં કામ કર્યાં.

આ પદ્મશ્રી ખેડૂતે 3 લાખ વૃક્ષો વાવવા આખુ જીવન સમર્પિત કર્યું, 30 વર્ષથી બચાવે છે જંગલો

By Kishan Dave

તાજેતરમાં જ પદ્મશ્રી અવૉર્ડ આપવામાં આવ્યા તેમાં એક નામ રાજસ્થાનના હિમ્મતરામ ભાંભુનું પણ છે જેમણે તેમના જિલ્લામાં 3 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવા અને પ્રાણીઓ-પક્ષીઓના જીવ બચાવવા આખુ જીવન ખર્ચી નાખ્યું.

કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી

By Nisha Jansari

બાળપણમાં જ પિતાનું અવસાન થયું, 11 વર્ષની ઉંમરે લગ્ન થયાં, પરંતુ તેમનું પણ નિધન થયું. દુ:ખ અને એકલતાને ભૂલવા ઝાડ છોડ વાવવાનાં શરૂ કર્યાં. આજ સુધીમાં ક્યારેય શાળાનું પગથિયું ન ચડનાર તુલસી ગૌડા વાવી ચૂક્યાં છે 1 લાખ કરતાં વધારે ઝાડ. રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી સન્માન થતાં જ આજે દુનિયાભરમાં જાણીતાં બન્યાં છે.

પાન પાર્લર ચલાવતા આ વ્યક્તિના પ્રયત્નોથી મોરબીનું આ ગામ 20 વર્ષોથી છે વ્યસનમુક્ત

By Ankita Trada

મોરબીનું આ ગામ 20 વર્ષથી છે વ્યસનમુક્ત, શાળાનાં બાળકોને તમાકુ ખાતાં જોઈ આ વ્યક્તિએ પોતાના ગલ્લામાં તો તમાકુ વેચવાનું બંધ કર્યું જ, સાથે-સાથે ગામના બધા જ દુકાનદારોને પણ મનાવી લીધા. સાથે-સાથે ગામના લોકો માટે લાઈબ્રેરી શરૂ કરી વધાર્યો વાંચનનો શોખ.