Powered by

Latest Stories

Homeહટકે વ્યવસાય

હટકે વ્યવસાય

Business which draw a new way. Business can give you good income with satisfaction of doing something new and work that you love.

ન બાઉન્ડ્રી વૉલ છે, ન સારો તડકો! સરકારી ક્વાર્ટરમાં 400 છોડ વાવી કમાય છે હજારો રૂપિયા

By Mansi Patel

સરકારી ક્વાર્ટરમાં રહેતી દીપિકાને ઝાડ-છોડ સાથે બહુ પ્રેમ છે. એટલે જ ઓછી જગ્યા અને પૂરતો તડકો ન મળતો હોવા છતાં સજાવટી છોડ વાવે છે અને નર્સરી પણ ચલાવે છે.

પિતા-ભાઈના અકાળે મોતે હચમચાવી નાખ્યા, વકાલત છોડી શરૂ કરી જૈવિક ખેતી, બન્યા પ્રેરણા

By Mansi Patel

પંજાબના વકીલના ઘરમાં થયેલ કેટલીક ઘટનાઓના કારણે તેમને બેચેન બનાવી દીધા. વકાલત છોડી શરૂ કરી જૈવિક ખેતી. 20 એકર જમીનમાં બનાવ્યું ખેતીનું એવું મોડેલ કે દરેક ખેડૂત માટે બન્યા આદર્શ.

સંઘર્ષનો સામનો કરી દીકરીના ભવિષ્ય માટે, સુરતીઓને 90 જાતના પરાઠા ખવડાવી બની આત્મનિર્ભર

By Kishan Dave

પુત્રના અચાનક અવસાન બાદ દીકરીના ભવિષ્ય અને પતિને મદદરૂપ થવા આ મહિલાએ શરૂ કરી પરાઠાની લારી. આજે સુરતીઓને 90 પ્રકારના પરાઠા ખવડાવી મહિનાના કમાય છે 50 હજાર સુધી.

3 વીઘામાં શિયાળામાં પાપડીથી લાખોની કમાણી કરે છે સુરતની મહિલા, દૂર-દૂરથી આવે છે લોકો

By Mansi Patel

સુરતીઓનો શિયાળો સૂરતી પાપડી વગર અધૂરો ગણાય, ત્યાં ઉષાબેનના ખેતરની પાપડી માટે લોકો સીધા ખેતરે પહોંચી જાય છે. દેશ-વિદેશથી એડવાન્સમાં મળે છે ઓર્ડર. ખેતરે આવનારને મળે છે ઊંબાડિયાનો લાભ.

બેન્ક મેનેજરની નોકરી છોડી ખેતી કરનાર યુવાન મૂલ્યવર્ધન & માર્કેટિંગ દ્વારા કમાય છે સારો નફો

By Ankita Trada

રાજકોટના ચિરાગ શેલડીયાએ બેન્ક મેનેજરની વ્હાઈટ કૉલર નોકરી છોડી ઑર્ગેનિક ખેતી શરૂ કરી. આજે 10 લોકોને રોજી આપવાની સાથે કમાય છે અઢળક નફો. દેશ-વિદેશમાં જાય છે ઉત્પાદનો.

ઓછા પગારની નોકરીથી કંટાળી નવસારીના યુવાને શરૂ કર્યું પશુપાલન અને ખેતી, મહિને કમાય છે દોઢ લાખ

By Kishan Dave

માત્ર 25 હજાર મહિનાની નોકરી અને રોજિંદા અપ-ડાઉનથી કંટાળી નવસારીના યુવાને શરૂ કર્યું પશુપાલન સાથે જૈવિક ખેતી. આજે ચાર લોકોને રોજગારી આપવાની સાથે પોતે કમાય છે મહિને દોઢ લાખ.

સારી નોકરી ન મળતાં અમદાવાદી એન્જીનિયરે શરૂ કરી ચાની લારી, 5 કલાકમાં કમાય છે પગારથી વધુ

By Kishan Dave

એન્જિનિયરિંગ બાદ સારા પગારની નોકરી ન મળતાં અમદાવાદી યુવાને શરૂ કરી ચાની લારી. ચાની સાથે પીરસે છે બિસ્કિટ અને ભરપૂર પ્રેમ. સવારે માત્ર 5 જ કલાકમાં કમાઈ લે છે નોકરી કરતાં ઘણા વધારે.

કમળની દાંડીમાંથી ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવી 10 મહિલાઓને રોજી આપે છે વડોદરાની યુવતી

By Kishan Dave

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પીએચડી કરતી આ યુવતીએ કમળની દાંડીમાંથી કાપડ બનાવ્યું છે. આ જ કામ શહેરની 10 ગરીબ મહિલાઓને શીખવાડી તેમને રોજી પણ આપવામાં આવે છે અને મળેલ નફામાંથી ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં આવશે.