Home Gardening
ગોંડલમાં રહેતા અમિત વ્રજલાલ વિરડિયા છેલ્લા 2-3 વર્ષથી ગાર્ડનિંગ અને વિદેશી પક્ષીઓનું બ્રિડિંગ કરી રહ્યા છે. તેમની પાસે અત્યારે દેશી-વિદેશી મળીને 300થી વધારે પ્લાન્ટ છે. જેમાં ડેઝર્ટ પ્લાન્ટ, એડેનિયમ, એરેબિકમ, હાઉસ પ્લાન્ટમાં ફિલોડેનવનસ, વાઈન્સ, પોથોસની વિવિધ વેરાયટી, હેંગિગ પ્લાન્ટ્સની વેરાયટી, વોટર લીલીની વેરાયટી, સીઝનલ ફ્લાવર્સની પણ વિવિધ વેરાયટી છે. ગાર્ડનિંગની સાથે અમિતભાઈ પક્ષીઓનું બ્રિડિંગ પણ કરે છે એટલે કે, વિદેશી પક્ષીઓની માવજત અને ઉછેર. તેમની પાસે અત્યારે 100થી વધારે બર્ડ્સ છે. જેમાં લવબર્ડ્સ, બજરીગર, કાકાટેલ વગેરે છે.
ઉલ્લેખનિય છે કે, અમિતભાઈએ BCA નો અભ્યાસ કર્યો છે અને હાલ રાજકોટમાં ISO સ્ટાન્ડર્ડસની કન્સલ્ટીંગ સર્વિસ આપી રહ્યા છે. ઘરના ફળિયામાં અને ધાબા પર ગાર્ડનિંગ અને બ્રિડિંગ કરી રહ્યા છે. તેમને બાળપણથી જ શોખ હતો પણ સમયના અભાવને કારણે તેઓ કરી શકતા ન હતા. 31 વર્ષના અમિતભાઈએ માત્ર 175 વારની જગ્યા પર અડધા ભાગમાં ઘર બનાવ્યું અને બાકી અડધા ભાગના ફળીયા અને ધાબા પર ગાર્ડનિંગ કરે છે. પ્લાન્ટ્સની જાળવણી માટે અમિતભાઈને સવાર સાંજ 2-2 કલાક સમય આપે છે. જોકે, રીપોર્ટીગ કે પ્લાન્ટેસ કરવાનું હોય તો વધારે સમય ફાળવવો પડે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Gondal-Amitbhai-2-1024x580.jpg)
ક્યાં ક્યાં પ્લાન્ટ્સ છે?
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અમિતભાઈ જણાવે છે કે, તેમના ગાર્ડનમાં વોટરલિલી, કમળ, ફિલોડેન્ડ્રોન, પોથોસ, એરિકા પામ, મોસ રોઝ (ચીની ગુલાબની 14 વેરાયટી), કોલીયસની 40થી વધારે વેરાયટી, ગુલાબ, જાસૂદ, એડેનિયમ ઓબેસમ (Desert Plant),એડેનિયમ અરેબિકમ (Desert Plant), બોગનવેલ, ફેર્ન, સ્વીટ પોટેટો વાઈન્સ, મોંસ્ટેરા, નાગરવેલ, સ્નેક પ્લાન્ટ, સેંસીવેરિયા તેમજ બીજા ઘણા પ્રકારના હેંગિંગ પ્લાન્ટ પણ છે. આ બધા પ્લાન્ટ્સ ઓનલાાઈન અને લોકલ નર્સરીમાંથી લાવ્યા છે. જે પ્લાન્ટને સન લાઈટની જરૂર નથી તે બધા ફળિયામાં છે બાકી બધા ધાબા પર છે.
જૈવિક રીતે જાતે જ રાખે છે બગીચાની સારસંભાળ
અમિતભાઈ પોતાના બગીચા માટે માટી તૈયાર કરવાથી લઈને તેમાં સમયે-સમયે ખાતર નાખવાનું, કૂંડાઓની અદલા-બદલી, માટી નાખવાનું વગેરે કામ જાતે જ કરે છે. બધા પ્લાન્ટ્સને ખાતર અને પાણી પણ તેઓ ખુદ જ આપે છે. તેઓ પ્લાન્ટ્સ માટે કાળી માટી, વર્મી કમ્પોસ્ટ, કોકોકીટ, રેતી, ઈંટનો ભૂક્કો અને કમોદની ફોતરીનો પણ વપરાશ કરે છે. આ બધુ મિક્સ કરી છોડ વાવે છે. આમ કરવાથી પાણી નીતરી જાય અને રૂફ સડે નહી જેનાથી છોડ બગડે નહી. ખાતરમાં તેઓ છાણીયુ ખાતર, બકરીની લીંડીનું ખાતર, ગાયનું ખાતર, વરની કમ્પોસ્ટ વગેરેનો ઉપયોગ કરે છે. જણાવી દઈએ કે, તેઓ બધા ઓર્ગેનિક ખાતરનો જ વપરાશ કરવામાં આવે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Gondal-Amitbhai-3-1024x580.jpg)
કેટલો ખર્ચ આવે છે?
દર મહિને ગાર્ડન અને બર્ડ્સને સાચવવાનો ટોટલ ખર્ચ 5 હજાર રૂપિયા જેવો આવે છે.
પ્લાન્ટ્સમાં રોગ આવે તો શું કરો?
પ્લાન્ટને સમયે-સમયે ચેક કરતા રહેવા પડે છે. છોડમાં જો મિલિબગ કે જીવાત લાગે તો તેઓ દવાનો ખૂબ જ ઓછા પ્રમાણાં ઉપયોગ કરે છે. શરૂઆતમાં તો સાદા પાણી અથવા કડવા લીમડાના તેલ જેને નીમ ઓઈલ કહેવાય છે તેનાથી પણ કંટ્રોલ કરી શકાય છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Gondal-Amitbhai-4-1024x580.jpg)
બ્રિડિંગ એટલે શું?
અમિતભાઈ ગાર્ડનિંગની સાથે બ્રિડિંગ પણ કરી રહ્યા છે. એ માટે તેમણે 100થી વધારે બર્ડ્સ ખરીદ્યા છે અને પોતાના ઘરમાં એક સ્પેશીયલ રૂમ ફાળવી ત્યાં મોટી એવયરીનું નિર્માણ કર્યુ છે. આ એવયરીમાં લવ બર્ડ્સ, બજરી બર્ડ્સ, કાકાટેલ વગેરે બર્ડ્સનો સમાવશે થાય છે. આ બધા બર્ડ્સ ભરૂચ, અમદાવાદ, સુરતથી મંગાવવામાં આવ્યા છે. બર્ડ્સનું ધ્યાન રાખવા માટે એક સ્પેશિયલ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તેમના ખાવાપીવાનો પણ ચાર્ટ બનાવેલ છે. જેમાં તેમને દરરોજ સવારે 7-8 વાગ્યે સોફ્ટ ફૂડ આપવામાં આવે છે જેમાં બાફેલા ભાત, સીઝનલ શાકભાજી, કઠોળ બધુ પલાળી તેને પીસી નાખી ખાવા આપવાનું બાદમાં સવારે 10-11 વાગ્યે અલગ-અલગ 8-10 જાતની કાંગ અને સનફ્લાવરના સીડ્સ આ બધુ મિક્સ કરી આપવાનું. દરરોજ એવયરીમાં પાણી પણ બદલી નાખવાનું. સાંજે તેમનું રીપોર્ટીંગ કરવાનું કે, કયાં પક્ષીઓએ કેટલા ઈંડા મૂક્યા છે? કોઈ બીમાર છે કે નહી, વગેરે.
ક્યાં ક્યાં પાક્ષીઓ છે?
સ્પિસિસ વાયસ જોઈએ તો લવબર્ડ, બજરીગર અને કાકાટેલ અને તેમાં પણ જો લવબર્ડમાં મ્યુટેશન વાયઝ જોઈએ તો વાઇલ્ડ માસ્ક, અલ્બીનો, લૂટીનો, પારબ્લુ ફિશર, ગ્રીન ઓપલાઈન, ગ્રીન ફિશર, બ્લૂ ફિશર, ગ્રીન પાઇડ તેમજ કાકાટેલમાં વાઇલ્ડ, અલ્બીનો, વ્હાઇટ ફેસ, લૂટીનો તેમજ બજરીગરમાં રેનબો મ્યુટેશનના બર્ડસનો સમાવેશ થાય છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Gondal-Amitbhai-5-1024x580.jpg)
શું-શું ધ્યાન રાખવાનું
અમિતભાઈ જણાવે છે કે, અધુરા જ્ઞાન વગર ક્યારેય બ્રિડિંગ કરવું નહી કારણ કે, બર્ડ્સને ઉનાળામાં ગરમીના લીધે લુઝ મોશન અથવા હાર્ટ એટેક પણ આવી શકે છે. ખાસ ગરમીમાં ધ્યાન રાખવાનું કે, પાણીમાં ઓઆરએસ આપવાનું, એવયરીના વાતાવરણને પણ ઠંડુ રાખવાનું પડે છે. કારણ કે, વધારે ગરમીમાં બર્ડ હાંફવા લાગે છે જેનાથી હાર્ટ અટેક પણ આવી શકે છે. તેથી જ બર્ડ્સનું હેન્ડલીંગ કરવા માટે તેઓ ગૂગલ અને યુટ્યુબ વીડિયો જોઈને નોલેજ મેળવ્યા બાદ જ આગળ વધે છે. સંપૂર્ણ રીસર્ચ કરે છે. તેમની પાસે એક એક્વેરીયમ પણ છે તેની પણ રીકવાયરમેન્ટ જાણીને પછી જ લાવ્યા છે.
બર્ડનું સેલિંગ પણ કરવામાં આવે છે.
અમિતભાઈ પાસે બર્ડસમાં 5 હજારથી લઈ 15 હજાર સુધીનું એક નંગ છે. તેઓ આ બર્ડ્સના બચ્ચાનું પણ સેલિંગ કરે છે. તેમણે પોતાના ઘરમાં બર્ડ્સ માટે એક અલગ રૂમ ફાળવ્યો છે. જેમાં માત્ર તેઓ બર્ડ્સને જ રાખે છે. અમિતભાઈને પૂછ્યુ કે, બર્ડ્સ અવાજ નથી કરતા તો તેમણે જણાવ્યું કે, રાત્રે લાઈટ બંધ થઈ જાય એટલે તેઓ પણ સાઈલેન્ટ થઈ જાય છે. બાદમાં સવારે જ્યારે અજવાળુ થાય એટલે અવાજ ચાલુ કરી દે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Gondal-Amitbhai-6-1024x580.jpg)
એક્સ્ટ્રા એક્ટીવીટી
વધુમાં અમિતભાઈને આર્ટ એન્ડ ક્રાફ્ટનો શોખ હોવાથી તેમાં પણ તેઓ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. તેઓ બોટલ ડેકોરેશન, ક્રાફ્ટીંગમાં નવરાશના સમયે કંઈકને કંઈક નવું કરતા રહે છે અને તેમના પરિવાર અને મિત્ર સર્કલમાં પણ તેઓ ફ્રીમાં બધાને ડેકોરેશન કરી આપે છે. પેઈન્ટીંગ્સ અને મ્યુઝિકનો પણ શોખ છે. હાલ તેઓ સીતાર વગાડવાનું પણ શીખી રહ્યા છે. ઘરને પણ તેમણે વિવિધ પ્રકારના ડેકોરેશન અને આર્ટ થકી સજાવ્યું છે. સાથે જ તેમની પાસે એક મીની લાઈબ્રેરી પણ છે જેમાં 250થી વધારે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની બુકનો સમાવેશ થાય છે. વધુમાં અમિતભાઈ ધામણ, કોબ્રા, રૂપસુંદરી, કિલબેક જેવા સાપના રેસ્ક્યુ પણ કરે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Gondal-Amitbhai-7-1024x580.jpg)
સોલાર પેનલ અને સોલાર વોટર હિટર
અમિતભાઈએ તેમના ધાબા પર છેલ્લા 3 વર્ષથી 3KW ની કેપેસિટીની સોલાર પેનલ લગાવી છે. જેનાથી વિજળીનો વપરાશ કરવા છતા વિજળી વધી પડે છે અને GEB માં પણ જમા થાય છે. બિલ ભરવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળી ગયો છે અને છૂટા મનથી ઈલેક્ટ્રીસિટીનો ઉપયોગ કરીએ છીએ. સાથે જ ધાબા પર એક સોલર વૉટર હીટર પણ છે જેનાથી વધારાના કોઈપણ ખર્ચ વગર તેમને નહાવા-ધોવા અને રસોઈ માટે ગરમ પાણી પણ મળતું રહે છે.
/gujarati-betterindia/media/post_attachments/2021/12/Gondal-Amitbhai-8-1024x580.jpg)
જો તમે પણ અમિતભાઈ પાસેથી બ્રિડિંગ અને ગાર્ડનિંગ શીખવા માગો છો અથવા બર્ડ્સને ખરીદવા માગો છો તો તેમના ઈન્સ્ટાગ્રામ પેજ AV_Aviary અને Amit Viradiya અને ફેસબુક આઈડી Amit Viradiya પર વિઝિટ કરી શકો છો અને વધુ માહિતી માટે તેમના મોબાઈલ નંબર 70160001311 પર કોલ પણ કરી શકો છો. સાથે જ તમે જો તમે ગોંડલ બાજુથી પસાર થતા હોવ તો તેમના ઘરે પણ વિઝિટ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ‘ધ બ્લેક ટાઈગર’: RAW ના અંડરકવર એજન્ટ રવીન્દ્ર કૌશિકના અદભુત જિંદગીની એકદમ સાચી કહાણી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.