Powered by

Latest Stories

HomeAuthorsAnkita Trada
author image

Ankita Trada

રાજકોટના યુવાને ધાબામાં વાવ્યા 500 દેશી-વિદેશી રણ પ્રદેશના છોડ, બાળપણનો શોખ કર્યો પૂરો

By Ankita Trada

રાજકોટના ગૌરવ ઢોલરીયાને નાનપણથી જ ઝાડ-છોડનો ખૂબજ શોખ છે, જેને પૂરો કરવા આજે તેમણે તેમના ધાબામાં લીલી અને એડેનિયમનો સુંદર ગાર્ડન બનાવ્યો છે. એડેનિયમ રણ પ્રદેશના છોડ હોવાથી તેને વધારે સંભાળ અને પાણીની જરૂર પણ નથી પડતી.

પાન પાર્લર ચલાવતા આ વ્યક્તિના પ્રયત્નોથી મોરબીનું આ ગામ 20 વર્ષોથી છે વ્યસનમુક્ત

By Ankita Trada

મોરબીનું આ ગામ 20 વર્ષથી છે વ્યસનમુક્ત, શાળાનાં બાળકોને તમાકુ ખાતાં જોઈ આ વ્યક્તિએ પોતાના ગલ્લામાં તો તમાકુ વેચવાનું બંધ કર્યું જ, સાથે-સાથે ગામના બધા જ દુકાનદારોને પણ મનાવી લીધા. સાથે-સાથે ગામના લોકો માટે લાઈબ્રેરી શરૂ કરી વધાર્યો વાંચનનો શોખ.

રાસાયણિક ખેતીથી કંટાળી સૌરાષ્ટ્રની મહિલા ફરી જૈવિક તરફ, ઉત્પાદનની સાથે આવક થઈ બમણી

By Ankita Trada

સતત રાસાયણિક ખાતરોના કારણે જમીનને કડક થતી જોઈ સૌરાષ્ટ્રની આ મહિલા ખેડૂત યૂટ્યૂબ પર વિડીયો જોઈ ઑગેનિક ખેતી તરફ ફરી. પોતાની ગાયોના છાણ-મૂત્રમાંથી જાતે જ જીવામૃત બનાવી કરે છે ખેતી. આવક વધતાં જ આસપાસના ખેડૂતો માટે પણ બની આદર્શ.

માત્ર 12 પાસ નિશા બની રાજકોટની 'ધ ચાયવાલી', 10 પ્રકારની ચાથી કમાણી હજારોમાં

By Ankita Trada

પરિવારના વિરોધ છતાં રાજકોટની નિશાએ શરૂ કર્યો 'ધ ચાયલેન્ડ', ચાના શોખને બનાવ્યો વ્યવસાય, આજે 10 અલગ-અલગ પ્રકારની ચા બનાવી લોકપ્રિય બની 'ધ ચાયવાલી' ના નામથી.

સાસરીમાં ભત્રીજીને છાણ ઉપાડવામાં તકલીફ પડતી જોઈ આવ્યો વિચાર, બનાવ્યું છાણ ઉપાડવાનું મશીન

By Ankita Trada

સાસરીમાં ભત્રીજીને છાણ ઉપાડવામાં તકલીફ પડતાં કેસ કોર્ટ સુધી પહોંચી જતાં દુ:ખી થયેલ કાકાએ બનાવ્યું છાણ ઉપાડવાનું અનોખુ મશીન. આજે મળી રહ્યા છે સંખ્યાબંધ ઓર્ડર્સ.

કલમખુશ: 80 વર્ષોથી કપડાંની કતરણમાંથી બનાવે છે હેંડમેડ પેપર, ગાંધીજીનો હતો વિચાર

By Ankita Trada

ગાંધીજી હંમેશા સ્વદેશી અને ઈકો-ફ્રેંડલી વસ્તુઓના વપરાશ પર ભાર આપતા હતા. તેમણે આ વિચાર સાથે, અમદાવાદ ગાંધી આશ્રમમાં ચરખાથી સૂતરાઉ અને હેંડમેડ પેપર બનાવવા જેવા કામની શરૂઆત કરી હતી. આગળ ચાલીને આ હેંડમેડ પેપર ઉદ્યોગ કલમખુશ બન્યુ અને આજ સુધી ચાલી રહ્યું છે.

લાખોનો ધંધો છોડી દ્વારકાના ખેડૂતે શરૂ કરી જૈવિક ખેતી, પ્રોડક્ટ્સ બનાવી વર્ષે કમાય છે 50 લાખ

By Ankita Trada

દ્વારકાના રજનીકાંતભાઈ એકસમયે બોરવેલના બનાવવાના ધંધામાં લાખો કમાઈ રહ્યા હતા, પરંતુ એક દિવસ ખેતરમાં જંતુનાશકોના વધારે પડતા ઉપયોગથી તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને શરૂ કરી ઑર્ગેનિક ખેતી. આજે ખેતીની સાથે તેનું પ્રોસેસિંગ અને વેચાણ કરી વર્ષે કમાય છે 50 લાખ.

જૂનાગઢની શિક્ષિકાએ શોખને બનાવ્યો વ્યવસાય, તેમની સુગરફ્રી ચોકલેટ મંગાવે છે લોકો દૂર-દૂરથી

By Ankita Trada

દીકરાનો ચોકલેટપ્રેમ જોઈ જૂનાગઢની શિક્ષક માએ લૉકડાઉનમાં શરૂ કર્યો નવો વ્યવસાય, આજે માત્ર જૂનાગઢ જ નહીં, ગુજરાતની સાથે-સાથે મુંબઈ સુધી જાય છે તેમની ચોકલેટ્સ, ફજ અને ડોનટ્સ. સવારથી સાંજ એકલા હાથે બનાવે છે અલગ-અલગ આકાર અને રંગની સુગરફ્રી ચોકલેટ, ડોનટ્સ અને ફજ

સૂર્યપ્રકાશમાં સૂકવી, દેશી ઘંટીમાં દળેલા ઑર્ગેનિક મસાલાથી દેશ-વિદેશમાં ફેમસ બની વલસાડની મહિલા ખેડૂત

By Ankita Trada

વલસાડની આ મહિલા ખેડૂતે સારું ખાવા માટે ઘરે પોતાના માટે મસાલા અને ઔષધીઓ બનાવવાની શરૂઆત કરી, જે આજે એક સફળ ગૃહઉદ્યોગમાં પરિણમી. પોતાના ખેતરમાં જાતે જ ઓર્ગેનિક રીતે વાવે છે, સૂર્યપ્રકાશમાં સૂકવી દેશી ઘંટીમાં દળે છે. આજે દેશ-વિદેશમાંથી લોકો તેમના મસાલા મંગાવે છે અને 13 મહિલાઓને નિયમિત રોજગારી પણ મળે છે.

આ અમદાવાદી છેલ્લા 8-10 વર્ષથી ખાય છે ઘરે વાવેલું શાકભાજી, નાનકડા ગાર્ડનમાં જાતે જ કરે છે ઓર્ગેનિક ખેતી

By Ankita Trada

વ્યવસાયે પર્યાવરણ શિક્ષક અને કોમ્યુનિકેટર આ અમદાવાદીના ઘરમાં જોવા મળશે પપૈયા, આંબળા, ગીલોડા, ગલકા સહિત 100 ઝાડ, છોડ અને વેલ