દાહોદની આ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકોના પ્રયત્નોથી બન્યું એટલું સુંદર શાકભાજી, ફળો અને ઔષધીનું ગાર્ડન કે, બાળકોને પૌષ્ટિક ભોજન તો મળે જ છે, સાથે-સાથે તેઓ પ્રકૃતિનું મહત્વ પણ સમજતાં થયાં.
સુરતની આ સરકારી શાળા બની સસ્ટેનેબલ, વિજળી બિલ ભરવું નથી પડતું, વરસાદનું પાણી વેડફાતું નથી અને ધાબામાં બાળકો માટે ઊગે છે જૈવિક શાકભાજી. શાળામાં અને શાળાની આસપાસ એક ખૂણો એવો નથી, જ્યાં ઝાડ ન હોય. વિદ્યાર્થીઓના જન્મદિન પર વાવવામાં આવે છે એક ઝાડ.