ઊંઝાની આ સંસ્થાની સેવા કરવાની રીત જરા અનોખી છે. જે લોકોને ખર્ચ પરવડે તેમને 50 રૂપિયાના શુલ્ક સાથે ગરમા-ગરમ ટિફિન પહોંચાડે છે અને તેમાંથી મળેલ નફામાંથી રોજના 10 જરૂરિયાતમંદ લોકોને જમાડે છે.
અમદાવાદના જાણીતા આર્કિટેક્ચર હિમાંશુ પટેલ જણાવી રહ્યા છે કેવી રીતે સામાન્ય કરતાં સાવ અડધા ખર્ચમાં બનાવી શકાય છે સુંદર ઘર અને તે પણ પર્યાવરણને નુકસાન કર્યા વગર.
પોતાની કમજોરીને તાકાતમાં બદલી 40 દિવ્યાંગ બાળાઓને તેમની બહેનની મદદથી એકલા હાથે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા સાંભળ લઇ રહ્યા છે નીલમ બહેન. બાળાઓને નવડાવવાનું, જમાડવાનું, ભણાવવાનું બધાં જ કામ કરે છે જાતે.
સામાન્ય ડ્રાઇવરની નોકરી કરતા જગમલભાઈએ બચતમાંથી જમીન ખરીદી ઊભુ કર્યું 5000 ફળાઉ જાડનું જંગલ. સાથે-સાથે ગામલોકોએ ફેંકી દીધેલ વસ્તુઓમાંથી જ બનાવી સુંદર બાલવાટિકા. બધાં જ ફળ છે અહીંનાં પક્ષીઓ અને વાટિકામાં આવતાં બાળકો માટે. તો રસ્તે જતા પથિકો માટે જાતે બનાવી પરબ.
પ્રકૃતિને નુકસાન ન થાય એ માટે સાસણગીરના આ 7 કૉટેજના રિસોર્ટમાં એક પણ ઝાડને નુકસાન કરવામાં નથી આવ્યું બનાવતી વખતે. દરેક કૉટેજ આગળ છે પર્સનલ ગાર્ડન. અહીંજ વાવેલ ઑર્ગેનિક અનાજ, શાકભાજી, કઠોળ અને ફળો પીરસવામાં આવે છે મહેમાનોને. સ્વિમિંગ પૂલના પાણીથી થાય છે પિયત.
મહેસાણાના વિનાયકપુરાના કાનજીબાપા 78 વર્ષની વયે પણ ગામનાં બધાં જ અનાથ વૄક્ષોના નાથ બન્યા છે. તો ઘરની આસપાસ અને ગામમાં જ્યાં પણ જગ્યા મળે ફળાઉ વૃક્ષો અને શાકભાજી વાવે છે, જેથી ગામ આખાને મળે તાજાં ફળ-શાકભાજી.