સુરતીઓનો શિયાળો સૂરતી પાપડી વગર અધૂરો ગણાય, ત્યાં ઉષાબેનના ખેતરની પાપડી માટે લોકો સીધા ખેતરે પહોંચી જાય છે. દેશ-વિદેશથી એડવાન્સમાં મળે છે ઓર્ડર. ખેતરે આવનારને મળે છે ઊંબાડિયાનો લાભ.
સતત રાસાયણિક ખાતરોના કારણે જમીનને કડક થતી જોઈ સૌરાષ્ટ્રની આ મહિલા ખેડૂત યૂટ્યૂબ પર વિડીયો જોઈ ઑગેનિક ખેતી તરફ ફરી. પોતાની ગાયોના છાણ-મૂત્રમાંથી જાતે જ જીવામૃત બનાવી કરે છે ખેતી. આવક વધતાં જ આસપાસના ખેડૂતો માટે પણ બની આદર્શ.
ઉષા વસાવા એક સફળ આદિવાસી મહિલા ખેડૂત છે, જે પોતાની ત્રણ એકર જમીનમાં જૈવિક ખેતી કરે છે અને વાર્ષિક બે લાખ રૂપિયાનો નફો કમાય છે. એટલું જ નહીં, તેમણે પોતાના જેવી ત્રણ હજાર મહિલાઓને ખેતીની તાલીમ આપીને રોજગારી અપાવી છે.
વેરાવદરનાં નિરૂપાબહેન જાતે તો જૈવિક ખેતી કરે જ છે, સાથે-સાથે બીજા ઘણા ખેડૂતોને જોડે છે. તેમણે 10 મહિલાઓનું ગૃપ પણ બનાવ્યું છે અને ભેગા મળી સીધા ગ્રાહકો સુધી પહોંચાડે શુદ્ધ, સાત્વિક, જૈવિક ઉત્પાદનો.
સનિહા કોબીજ, ટમેટા, મરચા, સ્ટ્રોબેરી, વટાણા, લસણ, લીંબુ, લેમન ગ્રાસ, મશરૂમ, આદુ જેવી 100થી વધારે શાકભાજી અને ફળોની ખેતી કરે છે. હાલ સનિહા વર્ષે 10 લાખ રૂપિયા જેટલી કમાણી કરે છે.