સુરતનાં જાગૃતિ પટેલે જ્યારે ત્રણ વર્ષ પહેલાં પોતાનું ઘર બનાવડાવ્યું ત્યારે ધાબામાં શાકભાજી વાવવાનો વિચાર આવ્યો. તેણે ટેરેસ ગાર્ડનિંગનો કોર્સ કર્યો અને કરી શરૂઆત. હવે લગભગ બધાં જ શાક ઊગે છે તેના ટેરેસ ગાર્ડનમાં.
મોટા શહેરોમાં એપાર્ટમેન્ટમાં રહેવાવાળા લોકોને અંકિત 'વર્ટીકલ ગાર્ડનિંગ' શીખવી રહ્યા છે જેનાથી સૌને તાજી શાકભાજીઓ મળી રહે અને ઘરમાં પડેલી પ્લાસ્ટિકની બેકાર બોટલોનો યોગ્ય ઉપયોગ થઇ શકે.