એક સમયે માત્ર 100 રૂપિયામાં છૂટક મજૂરી કરતાં જયશ્રીબેન અને તેમની સખીઓ નારિયેળના રેસામાંથી અલગ-અલગ સુશોભનની વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બની છે. આ વર્ષે તેમના આ ઈકો ફ્રેન્ડલી ગણપતિને પણ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે.
ફોનનું નેટવર્ક આવવું પણ મુશ્કેલ છે તેવા ડાંગના આદિવાસી વિસ્તારના આ 12 પાસ યુવાન વાંસમાંથી 100 કરતાં વધુ પ્રકારની ઈયરિંગ, નેકલેસ, વીંટી અને બ્રેસલેટ બનાવે છે. પોતાનું ગુજરાન ચલાવાની સાથે આપે છે 15 લોકોને પણ રોજગારી.
આજે બજારમાં બ્રાન્ડ અને જગ્યા પ્રમાણે ઝાડુની કિંમત 50 રૂપિયાથી લઈને 170 રૂપિયા છે. જોકે, રાવની ટીમ તરફથી બનાવવામાં આવતા ઝાડુની કિંમત ફક્ત 35થી 40 રૂપિયા છે.