IIT એન્જિનિયરે 40 ફૂટ ઊંચા હર્યા-ભર્યા આંબા પર એક પણ ડાળી કાપ્યા વગર બનાવ્યું રસોડું, ડ્રોઈંગરૂમ, બેડરૂમ, લાઈબ્રેરી સહિતનું ત્રણ માળનું ઘર. દર ઉનાળામાં આવે છે ભરપૂર કેરીઓ. દૂર-દૂરથી લોકો આવે છે જોવા. ઘરને મળ્યું છે લિમ્કા બુકમાં પણ સ્થાન.
લિના અને રવિના એક નિર્ણયથી વિજળીનું બિલ તો નહિંવત થયું જ છે, સાથે ઘરમાંથી નીકળતો કચરો પણ બંધ થઈ ગયો. તેમાંથી ઉત્પન્ન થાય છે બાયોગેસ અને કંમ્પોસ્ટ ખાતર. જેથી ઘર માટે શુદ્ધ ફળ-શાકભાજી પણ મળી રહે અને તે પણ વરસાદના પાણીમાં ઉગાડેલ, તો રસોઈ બને છે બાયોગેસથી જ. ઘરમાં કરી પ્લાસ્ટિકને 'નો એન્ટ્રી'.
માત્ર દોઢ વીઘા જમીનમાં ખેતી કરી કમાય છે વર્ષના અઢી લાખ, ઉપરાંત ઘર માટેનું અનાજ, ફળ અને શાકભાજી પણ મળી રહે છે. નહાવા-ધોવામાં વપરાયેલ પાણીનો પણ ઉપયોગ કરે છે ખેતીમાં. દિકરીના લગ્નમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા કર્યો હતો પતરાળીનો ઉપયોગ અને કાગળનો બગાડ અટકાવવા મહેમાનોને આપી ડિઝિટલ કંકોત્રી