વર્ષ 2021ની પૂર્ણાહૂતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતનાં 5 એવાં ઘર અંગે, જેમના ઘરે બધી જ સુખ-સુવિધાઓ હોવા છતાં વિજળી-પાણી અને શાકનો ખર્ચ છે નહિવત. જીવન જીવે છે પર્યાવરણને અનુકૂળ.
ડૉ. રાજારામ (સ્વર્ગીય) અને તેમનાં પત્ની ડૉ. બિનય રાજારામે બહુ પ્રેમથી લગભગ 20 વર્ષ પહેલાં પોતાનું ઘર બનાવ્યું હતું, જેમાં 40 કરતાં વધારે ઝાડ-છોડ છે અને દર વર્ષે બે લાખ લીટર વરસાદનું પાણી બચાવવામાં આવે છે.