અમદાવાદના આ ચિત્રકાર મિત્રો સાથે મળીને બનાવે છે ઔષધીઓના બીજ વાળી ખાસ રક્ષાપોટલી. તેઓ ત્રણ રક્ષાપોટલી સાથે આપે છે ગાયના છાણનું કૂંડું, કોડિયું, વધારાનાં બીજ અને ખાતર, એ પણ દરેકને પોસાય એવા ભાવમાં. ઉપરાંત આ કિટ તેઓ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં પણ આપશે, જેથી વધુમાં વધુ ઔષધીઓ વાવી શકાય અને લોકો તેનો લાભ લઈ શકે.
એકતરફ માર્કેટમાં પ્લાસ્ટિકની રાખડીઓ ઉભરાઈ રહી છે ત્યાં આ 'સીડ રાખડી' પર્યાવરણને બચાવવામાં બહુ મોટો ફાળો આપી શકે છે. રક્ષાબંધન બાદ એ જ રાખડીમાંથી ફળ-ફૂલનો છોડ ખીલી ઊઠે એ કેટલી અદભુત વાત છે!