બાળકો નાનપણથી જ પ્રકૃતિ સાથે જોડાય અને જૈવિક ફળ-શાકભાજી ખાઈ શકે એ માટે ગુજરાતની આ સરકારી શાળામાં 12 વર્ષથી કિચન-હર્બલ ગાર્ડનિંગ કરવામાં આવે છે. વાવણીથી લઈને કાપણી, બધાં જ કામ શીખવાડવામાં આવે છે બાળકોને.
દાહોદની આ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકોના પ્રયત્નોથી બન્યું એટલું સુંદર શાકભાજી, ફળો અને ઔષધીનું ગાર્ડન કે, બાળકોને પૌષ્ટિક ભોજન તો મળે જ છે, સાથે-સાથે તેઓ પ્રકૃતિનું મહત્વ પણ સમજતાં થયાં.