પર્યાવરણના જતન માટે તેમજ ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે જૈવિક ખેતી શીખે તે સિદ્ધ કરવા બનાવ્યું તથાસ્તુઃ ઉપવન, કૃષિ વૈજ્ઞાનિકને સાથે રાખી શરુ કરી ઉમદા પહેલ. બધાં જ ઝાડને પાણી પાવા માટે અપનાવી માટલા પદ્ધતિ, જેથી થાય છે પાણીનો પણ બચાવ.
દ્વારકાના રજનીકાંતભાઈ એકસમયે બોરવેલના બનાવવાના ધંધામાં લાખો કમાઈ રહ્યા હતા, પરંતુ એક દિવસ ખેતરમાં જંતુનાશકોના વધારે પડતા ઉપયોગથી તેમનું દિલ દ્રવી ઊઠ્યું અને શરૂ કરી ઑર્ગેનિક ખેતી. આજે ખેતીની સાથે તેનું પ્રોસેસિંગ અને વેચાણ કરી વર્ષે કમાય છે 50 લાખ.