નિવૃત્તિ બાદ જ્યારે ગામમાં પાછા આવ્યા ત્યારે ગામની હાલત જોઈને ચોંકી ગયા, છેલાં 16 વર્ષમાં વાવી દીધા છે 20 હજારથી વધુ વૃક્ષો, એટલું જ નહીં, આ બધા ઝાડ-છોડની બરાબર સંભાળ પણ રાખે છે અને ફળાઉ વૃક્ષોમાંથી ગરીબ પરિવારોને રોજી પણ મળે છે.
ઓડિશાની આ 'તારકસી' કળા આજકાલ ચાંદીની સાથે-સાથે સોનાનાં ઘરેણાંમાં પણ જોવા મળે છે. એક સમયે આ કળાના કારીગરોને પૂરતી રોજી પણ નહોંતી મળતી ત્યાં આ મહિલાના પ્રયત્નોના કારણે આજે વિદેશોમાં પણ બની છે જબરદસ્ત ફેમસ.
મદદ માટે બેન્ક બેલેન્સની નહીં પણ મોટા દિલની જરૂર છે. આ ખેડૂત પરિવાર તેમની ખેતીની કમાણીમાંથી 25 નિ:સહાય વૃદ્ધોની સેવા-ચાકરી કરે છે. એક રૂપિયો પણ બચતો નથી, છતાં તેમને તેનું જરા પણ દુ:ખ નથી.