2013ની ઉત્તરાખંડ દુર્ઘટનાએ દહેરાદૂનની હિરેશા વર્માના જીવનમાં પણ મોટો બદલાવ લાવ્યો. આપત્તિમાં નિરાધાર થયેલી મહિલાઓને રોજગાર સાથે જોડવા માટે તેમણે મશરૂમની ખેતી શરૂ કરી અને તેની સાથે ઘણા લોકોને તાલીમ આપવાનું પણ શરું કર્યું. આજે તેમની કંપની વિદેશમાં મશરૂમ નિર્યાત કરી રહી છે.
ઉત્તરપ્રદેશના જોનપુરના રહેવાસી 62 વર્ષીય રામચંદ્ર દુબે પહેલા રિક્ષા ચલાવતા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી તેઓ ખેડૂતો પાસેથી મશરૂમ ખરીદીને ખાવાની આઇટમ્સ બનાવી રહ્યા છે અને લાખોનો નફો રળી રહ્યા છે, સાથે-સાથે ખેડૂતોની આવકમાં પણ થયો નોંધપાત્ર વધારો.