ધાબા પર કુંડાઓનું અને માટીનું વજન વધી ન જાય અને એ માટે જ્હોને બનાવ્યું ખાસ પોટિંગ મિક્સ, જેમાં ખેડૂતો ચોખાની જે ભૂસી ફેંકી દે છે તેનો ઉપયોગ કર્યો. આ પોટિંગ મિક્સની મદદથી તેઓ ધાબામાં ઉગાડે છે ટમેટાં, ચોળી, ભિંડી, કરેલા, દુધી, મરચા સહિત 30 પ્રકારનાં શાકભાજી. તેમની જ પાસેથી જાણો ખાસ ટિપ્સ.
CA સંતોષ મોહતાએ પોતાના ધાબામાં ગાર્ડનિંગ કરવાની સાથે-સાથે શહેરોમાં હરિયાળી ફેલાવવાના હેતુથી ‘Concern For Earth’ નામની સંસ્થા પણ બનાવી છે, જ્યાં તે free gardening tips આપે છે. ઉપરાંત ભેટમાં આપવા લોકોને છોડ પણ સજાવીને આપે છે.
વડોદરા શહેરના રાજા ચડ્ડાએ ઉનાળામાં પોતાના ઘરને ઠંડુ રાખવા માટે વૉટર લીલી, એવલૈંચ લીલી, પર્પલ જોય અને એડેનિયમ જેવા 300 થી વધુ છોડ છત પર ઉગાડ્યા છે. જેમાંની મોટાભાગની લીલી તેઓ અલગ-અલગ દેશમાંથી લાવ્યા છે. તેમનું આ ગાર્ડન ભર ઉનાળામાં પણ ઘરને રાખે છે ઠંડુ.